હાર્દિક કાનાબાર પ્રાચી
સુત્રાપાડા તાલુકાના પ્રાસલી (પીએચસી)આરોગ્ય કેન્દ્ર દ્વારા દરેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ના વિરામ બાદ પોરા નાશક કામગીરી હાથ ધરાઈ તેમજ રોગ ચાળો ન ફેલાઈ તે માટે જૂન માસ ઉજવણી માં પ્રાસલી આરોગ્ય કેન્દ્ર માં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં અલગ અલગ આરોગ્ય ટિમો દ્વારા સર્વેલન્સ ની કામ ગિરી હાથ ધરાઈ છે જેમાં આજ રોજ ગાંગેથા ગામે આરોગ્ય ની ટિમ દ્વારા સર્વેલન્સ કરાયું હતું જેમાં પ્રાસલી આરોગ્ય કેન્દ્ર ના જીજ્ઞેશભાઈ સોલંકી(mpw)તેમજ અનુપાબેન ગોહિલ તેમજ ચંપાબેન ગોસ્વામી (આશાવર્કર) એ ગામલોકો ને મેલેરિયા, ટાઇફોઇડ, ડેન્ગ્યુ જેવી બીમારી ઓ થી બચવા યોગ્ય માર્ગદર્શન આપી ઓ આર એસ પાઉડર ,તેમજ ક્લોરીન ટેબલેટ નું વિતરણ કરાયું હતું


