જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચશિક્ષણ કાર્યક્રમના આઈ.ડી.પી.,આઈ.સી.એ.આર.,ન્યુ દિલ્લી અંતર્ગત ડો.કે.સી.પટેલ, ડાયરેક્ટર આઈ.ટી.,જુ.કૃ.યુ., જૂનાગઢ ને વેસ્ટર્ન સિડની યુનિવર્સીટી, ઓસ્ટ્રેલીયા ખાતે,ડો.પી.આર.ડાવરા,મદદનીશ પ્રાધ્યાપક, પી.એફ.ઈ. વિભાગ, કૃ.ઈ.ટે.કો. જુ.કૃ.યુ., જૂનાગઢ ને ખાદ્ય સંશોધન કેન્દ્ર, એશટાઉન, ડબલિન, આયર્લેન્ડ ખાતે તેમજ ડો.ચંદ્રકાંત સિંઘ,આસિસ્ટન્ટ રીસર્ચ સાયન્ટીસ્ટ, કૃષિ મહાવિદ્યાલય, જુ.કૃ.યુ.,જૂનાગઢને યુનિવર્સીટી ઓફ ક્વીનસલેન્ડ,ઓસ્ટ્રેલીયા ખાતે આંતરરાષ્ટ્રીય તાલીમ અર્થે મોકલવામાં આવનાર છે. આંતરરાષ્ટ્રીય તાલીમનો સંપૂર્ણ ખર્ચ રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચશિક્ષણ કાર્યક્રમના આઈ.ડી.પી., આઈ.સી.એ.આર.,ન્યુ દિલ્લી અને જુનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા થનાર છે. આંતરરાષ્ટ્રીય તાલીમમાં જનાર પ્રાધ્યાપકો માટે પ્રિ-ડિપાર્ચર અને સેન્ડ ઓફ સેરેમનીનું આયોજન વી.સી. કોન્ફરન્સ હોલ, કૃષિ યુનિ. જૂનાગઢ ખાતે યોજાયું હતુ.
આ પ્રિ-ડિપાર્ચર અને સેન્ડ ઓફ સેરેમનીનું આયોજન જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના કુલપતિશ્રી ડો. વી.પી.ચોવટિયાની પ્રેરણા તેમજ ડો. આર.બી.માદરીયા,જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના સંશોધન નિયામકશ્રી અને આઈ.ડી.પી.યોજનાના પી.આઈના માર્ગદર્શન હેઠળ થયેલ હતું.
આ કાર્યક્રમમાં ખાસ આમંત્રિત તરીકે કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના આચાર્ય અને ડીન તથા કો-પી.આઈ. (આઈ.ડી.પી.), ડો. એન. કે. ગોંટીયા, કૃષિ મહાવિદ્યાલયના ઇન્ચાર્જ આચાર્ય અને ડીન તથા કો-પી.આઈ. (આઈ.ડી.પી.), ડો. જે. બી. પટેલ, કુલસચિવશ્રી અને કો-પી.આઈ. (આઈ.ડી.પી.), ડો. પી. એમ. ચૌહાણ, સહ સંશોધન નિયામકશ્રી તથા નોડલ ઓફિસર (આઈ.સી.એ.આર.), ડો. પી. મોહનોત, સહ સંશોધન નિયામકશ્રી, ડો. વી. ડી. તારપરા, હિસાબી અધિકારીશ્રી, શ્રી એસ.કે. જેઠાણી, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરીના પ્રતિનિધિ ડો. એચ. સી. છોડવડીયા તેમજ અન્ય પ્રાધ્યાપક અને વડાશ્રીઓં ઉપસ્થિત રહયા હતા.
જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના કુલસચિવશ્રી અને કો-પી.આઈ. (આઈ.ડી.પી.), ડો. પી. એમ. ચૌહાણએ પ્રાસંગિક સંબોધનમાં પ્રાધ્યાપકગણોને આંતરરાષ્ટ્રીય તાલીમ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ.
ડો.આર.બી.માદરીયા, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના સંશોધન નિયામકશ્રી તેમજ આઈ. ડી. પી. યોજનાના પી.આઈ. એ પ્રાસંગિક ઉદબોધનમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી માં ચાલી રહેલ રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચશિક્ષણ કાર્યક્રમના આઈ.ડી.પી. અંતર્ગત થયેલ વિવિધ પ્રવૃતીઓ વિશે માહિતી આપી હતી. આંતરરાષ્ટ્રીય તાલીમ અંતર્ગત આધુનિક તકનીકોના જ્ઞાનનો લાભ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ તેમજ ખેડૂતોને મહતમ મળે અને ખેતીમાં ઉન્નતીના દ્વાર ખુલે તે માટે આહવાહન કર્યુ હતુ.
આ કાર્યક્રમમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના કુલપતિશ્રી ડો.વી. પી.ચોવટિયાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવેલ કે જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચશિક્ષણ કાર્યક્રમના આઈ. ડી.પી.,આઈ.સી.એ.આર. અંતર્ગત પ્રાધ્યાપકોને આ તકનીકી યુગમાં આધુનિક તકનીકોનું ઊંડાણ પૂર્વક જ્ઞાન મળી રહે તે દિશામાં સતત પ્રયત્નશીલ છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી પ્રાધ્યાપકોને વિશ્વની ખ્યાતનામ સંસ્થાઓમાં આંતરરાષ્ટ્રીય તાલીમ અર્થે મોકલવાનો ઉદેશ આધુનિક કૃષિ વિષયક તકનીકોનું આંતરરાષ્ટ્રીય તાલીમમાંથી ઉત્કૃષ્ઠ જ્ઞાન મેળવી અને તેનો લાભ આજની યુવા પેઢી તેમજ આપણી કૃષિ યુનિવર્સીટીને આપે અને તેના દ્વારા ગામડાઓના સર્વાંગી વિકાસમાં સહભાગીદાર બને તેવો છે.
