Gujarat

જોડિયા તાલુકાના નેશડા‌ વાડી વિસ્તાર માં રહેતી સગર્ભા બેન રવિના વિપુલ વાખલા આદિવાસી કે જેમની પ્રસુતિ ની તારીખ

જોડિયા તાલુકાના નેશડા‌ વાડી વિસ્તાર માં રહેતી સગર્ભા બેન રવિના વિપુલ વાખલા આદિવાસી કે જેમની પ્રસુતિ ની તારીખ નજીક‌ હોવાથી તેઓને પ્રસુતિ સમયે કોઈ પણ પ્રકાર ની મુશ્કેલી ના પડે‌ તે હેતુ થી આંણદા હેલ્થ & વેલનેશ  સેન્ટર નો આરોગ્ય સ્ટાફ સગર્ભા બેન અને તેના પરિવારજનો‌ને વાવાઝોડા ની પરિસ્થિતિ વિશે અને તે સમય દરમિયાન ડિલિવરી થાય તો કેવી મુશ્કેલી પડે એ વિશે સમજાવ્યુ પરંતુ તે લોકો‌ હોસ્પિટલ આવવા માટે તૈયાર ન થયા‌ ત્યાર બાદ અમે લોકો‌એ સગર્ભા બેનના વાડી માલીક ને બોલાવી‌ને‌ તેઓને‌ સમજાવ્યા ત્યાર બાદ 108 બોલાવી ને‌ સગર્ભા બેનને તારીખ 13/6/2023 ના રોજ પ્રાથમિક‌‌ આરોગ્ય કેન્દ્ર હડીયાણા ખાતે‌ પહોચાડવા‌‌માં‌‌ આવી હતી. પીએચસી પર તેમની પેટ ઉપર તપાસ કરવામાં આવેલ જેમાં બાળક ના ધબકારા અને નોર્મલ સ્થિતિ જોવા મળેલ. તેમને પીએચસી પર તેમની સાથે તેમના એક સગા (સાસુ) ની રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ. તારીખ 14/6/2023 ના રોજ રવિના બેનના સાસુ દ્વારા તેમની ઘરે જવા માટે રજા માંગવામાં આવેલ. પરંતુ પીએચસી સ્ટાફ દ્વારા તેમના પરિવાર ને બિપરજોય વાવાઝોડા વિશે અને હાલની પરિસ્થિતિ ને ધ્યાન માં રહીને પીએચસી પર રહેવા માટે સમજાવીને તૈયાર કર્યાં. તારિખ 15/6/2023 ના રોજ 1:10 આજુબાજુ જીલ્લા આરોગ્ય ટીમ જામનગર થી RCHO નૂપુર મેડમ, DPHN જયાબેન રાઠોડ અને જોશીભાઈ ની ટીમ દ્વારા રવિનાબેનની પીએચસી પર વિઝિટ લેવામાં આવેલ. તારીખ 15/6/2023 ના સાંજે 6:45 વાગે રવિના બેનના સાસુ દ્વારા સ્ટાફ ને જાણ કરવામાં આવેલ કે રવિના બેનને દુઃખાવો થાય છે. ત્યાર બાદ બેન ને ડિલિવરી ટેબલ પર તપાસ કરતા તેમને ડિલિવરી નો દુઃખાવો છે એ જાણ કરવામાં આવેલ અંતે 12:36 વાગે રવિના બેને પીએચસી હડિયાણા ખાતે નોર્મલ ડિલિવરી કરી ને મેલ ચાઇલ્ડ (બાબો) ને જન્મ આપ્યો. બાળકનું વજન 2 કિલોગ્રામ હતું. માતા ને બાળક ના ઓછા વજન વિશે કહી ને તેને કાંગારુ કેર વિશે પ્રેક્ટિકલ કરી ને સમજાવેલ.આમ રવિના બેન અને તેમના પરિવાર માં ખુશીનો માહોલ ઉભો થઈ જતા પીએચસી હડિયાણા નો આભાર વ્યક્ત કરવામાં આવેલ……………………
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા……….

IMG_20230617_132120.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *