Gujarat

છોટા ઉદેપુર નગર માં નીકળનારી આઠમી જગન્નાથ જી ની ભવ્ય રથ યાત્રા ની તડામાર તૈયારીઓ શરૂ, બેઠક યોજી કાર્યક્ર્મ ને આખરી ઓપ અપાયો

છોટા ઉદેપુર નગર માં દર વર્ષે અષાઢી બીજે શ્રી રણછોડ રાય મંદિર થી ભવ્ય રથયાત્રા નિકળી નગરના મુખ્ય માર્ગો પર ફરી રણછોડ રાય મંદિર પરત ફરે છે. જેનું ભવ્યાતિભવ્ય આયોજન રણછોડ રાય ભક્ત મંડળ દ્વારા કરવામાં આવે છે. ચાલુ સાલે પણ તારીખ ૨૦ મી જૂન અષાઢી બીજ ના રોજ ભગવાન શ્રી જગન્નાથ જી ભાઇ શ્રી બલભદ્ર જી અને બહેન સુભદ્રાજી સાથે રથમાં બિરાજમાન થઈ નગરચર્યા એ નીકળશે અને મામેરું પહેરી પરત મંદીરે ફરશે. આ રથયાત્રા ની તૈયારીઓ છેલ્લાં વિસ દિવસ થી શરૂ કરી દેવામાં આવી છે. ભગવાન શ્રી જગન્નાથ જી બેન્ડ બાજા, ઘોડા બગગી, ચલિત ભજન સંધ્યા , વિવિધ ઝાંખી ઓ સાથે, નાસિક ઢોલ ના રમઝટ સાથે નગરનાં નીકળશે. જેનાં ભવ્ય આયોજન ની સમીક્ષા કરવા આજરોજ રણછોડ રાય મંદિર ના પ્રાંગણ માં બેઠક આયોજિત કરવામાં આવી હતી. જે માં પરહિન્દ વિધિ, પ્રથમ રથ ખેચવાની વિધિ, મહાં આરતી જેવી ધાર્મિક વિધિઓ ની ઉછામણી બોલાવવામાં આવી હતી. સતત આઠમી વખત નીકળનારી આ ભવ્ય રથયાત્રા માં વિવિધ મંડળો દ્વારા ફળિયે ફળિયે સ્વાગત પ્રસાદી નું આયોજન પણ કરવામાં આવ્યું છે. રણછોડ રાય ભક્ત મંડળ ના તમામ કાર્યકર્તા ઓ એ આં રથયાત્રા ને સફળ બનાવવા કામે લાગી ગયા છે. કાર્યકર્તાઓ નો ઉમંગ અને ઉત્સાહ જોતાં ચાલુ સાલે આ રથયાત્રા અલૌકિક બની રહેશે તેમ જણાય રહ્યુ છે..
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230617_155352.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *