Gujarat

એશિયન ડેવલોપમેન્ટ બેંકના પ્રેસિડેન્ટ અને પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજી

ગાંધીનગર
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે એશિયન ડેવલોપમેન્ટ બેંકના પ્રેસિડેન્ટ માસાતુસગુ આશકાવા અને પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં વિસ્તૃત બેઠક યોજીને એશિયન ડેવલપમેન્ટ બેન્ક અને ગુજરાતના સંબધોને વધુ વ્યાપક બનાવવા વિચાર વિમર્શ કર્યો હતો. ગિફ્ટ સિટીમાં યોજાઈ રહેલી ય્-૨૦ ની ત્રીજી ફાઇનાન્સ એન્ડ સેન્ટ્રલ બેંક ડેપ્યુટીસની બેઠકમાં ભાગ લેવા આવેલા આ પ્રતિનિધિ મંડળને આવકારીને રાજ્યની અત્યાર સુધીની વિકાસ યાત્રામાં છડ્ઢમ્ એ આપેલા સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી એ છડ્ઢમ્ રાજ્ય સરકારને સ્કીલ ડેવલોપમેન્ટ અને અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં મદદ કરી રહી છે તે જ રીતે ગ્રીન એનર્જી, આરોગ્ય, રૂરલ રોડ કનેક્ટિવિટી, પેય જળ અને આવાસ વગેરે ક્ષેત્રોમાં છડ્ઢમ્ ના સહયોગની અપેક્ષા વ્યકત કરી હતી.તેમણે કહ્યું કે, ગુજરાત છેલ્લા એક દશકમાં મજબૂત અર્થ વ્યવસ્થાથી દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. સાથો સાથ મેન્યુફેકચરીંગ, સર્વિસ અને એગ્રિક્લચર સેક્ટર પણ રાજ્યના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપી રહ્યા છે તેમ જણાવ્યું હતું. તેમણે દસમી ગુજરાત વાયબ્રન્ટ સમિટમાં જાેડાઈને ફિન્ટેક ક્ષેત્રનો વ્યાપ ગુજરાતમાં જ નહીં પરંતુ દેશમાં આગળ ધપાવવા અંગેની ચર્ચાઓ નું નેતૃત્વ કરવા છડ્ઢમ્ ને આમંત્રણ આપ્યું હતું.છડ્ઢમ્ ના પ્રેસિડેન્ટ માસાતુસગુ આશકાવાએ જણાવ્યું કે, છડ્ઢમ્ ૧૯૯૬ થી ગુજરાતના વિવિધ પ્રોજેક્ટ માં પાર્ટનર છે. ગિફ્ટ સિટીમાં ડેટા સેન્ટર અને સાયબર સિક્યુરિટી માટે છડ્ઢમ્ ગુજરાત સાથે સહયોગ કરીને તેને પ્રમોટ કરવાની દિશામાં સકારાત્મક આયોજન કરી રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૯ માં છડ્ઢમ્ ને ગુજરાતના ગિફ્ટ સિટીને ગ્લોબલ ફાઈનાસિયલ હબ બનાવવા સહયોગ માટે સંભાવનાઓ એક્સપ્લોર કરવા ઇંજન આપ્યું હતું તેનો સ્વીકાર કરીને છડ્ઢમ્ ગિફ્ટ સિટીમાં સહભાગી થઈ છે. ગુજરાતને ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે સેટ અપ કરવાના રાજ્ય સરકારના પ્રયાસોમાં તેમજ સ્કીલ ડેવલોપમેન્ટ, પાણી પુરવઠો અને જળ વિતરણ, સ્કીલ યુનિવર્સિટી અને સ્ટેટ ઓફ ધ આર્ટ કોર્સિસ શરૂ કરવામાં મદદરૂપ થવાની ખાતરી આપી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતને ગ્રીન હાઈડ્રોજન હબ બનાવવા માટે છડ્ઢમ્ ને રાજ્ય સરકાર પ્રોએક્ટિવ થઈને સંપૂર્ણ સહયોગ આપશે તેમ જણાવ્યું હતું.આગામી વાઇબ્રન્ટ સમિટમાં જાેડાવા માટે છડ્ઢમ્ ને આમંત્રણ આપતા મુખ્ય મંત્રીએ છડ્ઢમ્ પ્રેસિડેન્ટ શ્રીયુત માસાતુસગુ આશકાવાને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું હતું. આ બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, ગિફ્ટ સિટી ચેરમેન હસમુખ અઢિયા, એમડી તપન રે, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ જે. પી. ગુપ્તા, ય્-૨૦ ના કો-ઓર્ડીનેટર અગ્ર સચિવ મોના ખંધાર સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *