Gujarat

પ્રાથમિક શાળા ખાનપુર તાલુકો જીલ્લો આણંદમા , શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી

*આણંદ તાલુકાની ખાનપુર પ્રા.શાળામાં આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા 20 વર્ષથી શાળાના બાળકોને નોટો ચોપડા સ્લેટ તથા પેન અને પેન્સિલનું દાન આપતા એવા શ્રી સુરેશભાઈ નારણભાઈ પટેલ તરફથી આ વર્ષે પણ અંદાજિત 50000 રૂપિયાના નોટો ચોપડા અને સ્લેટોનું દાન આપવામાં આવ્યું તથા ખાનપુર ગામના વતની અને અને હાલ , વિદેશ રહેતા એવા , દેવલબેન દિલીપભાઈ પટેલ હસ્તે દિલીપભાઈ પટેલ તરફથી દરેક બાળકને 250 રૂપિયાની એક એવી પાણીની સરસ મજાની બોટલ શાળાના 250 બાળકોની ભેટ આપવામાં આવી તથા  , પ્રવીણભાઈ ડાહ્યાભાઈ  હસ્તે રાજેન્દ્રભાઈ પટેલ તરફથી શાળાના દરેક બાળકને લંચ બોક્સ કંપાસ બોક્સ કલર આમ ત્રણ વસ્તુઓની ભેટ શાળાના દરેક બાળકને આપવામાં આવી , શાળામાં પધારેલ મહેમાનોનું તથા દાતાઓનું સાલ , અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું , ગામમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા આરોગ્ય વિભાગ તથા પંચાયત વિભાગમાંથી કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા આરોગ્ય વિભાગ દ્વારા બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી કરમસદના રહેવાસી એવા ભરતસિંહ મંગળસિંહ સરવૈયા તેમના તરફથી શાળાને તિજોરી અને શોકેસ બનાવી આપવાનું જાહેર કરવામાં આવ્યું શાળામાં આગણવાડી બાલવાટિકા અને ધોરણ એકમાં બાળકોને શાળા પ્રવેશ વિધિવત રીતે કુમકુમ તિલક કરી  શૈક્ષણિક કીટ અર્પણ કરી કરવામાં આવી. છેલ્લે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું ગામના વાલીઓ સાથે વાલી મીટીંગ કરી સૌ અલ્પાહાર લઈ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સરસ રીતે પૂર્ણ થયું છેલ્લે સૌનો શાળા પરિવાર તરફથી આભાર માનવામાં આવ્યો.ભારત માતાકી જય…*

IMG-20230614-WA0052.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *