પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રમત દિવસ પર તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ મેજર ધ્યાનચંદને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ પણ આપી હતી. એક ઠ પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; “રાષ્ટ્રીય રમત દિવસ પર, તમામ ખેલાડીઓને મારી શુભેચ્છાઓ. રાષ્ટ્ર માટે તેમના યોગદાન પર ભારતને ગર્વ છે. હું મેજર ધ્યાનચંદજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

