Gujarat

વડાપ્રધાન મોદી ૨૭ સપ્ટેમ્બરે છોટા ઉદેપુર ખાતે ઘણા વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૭ સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના છોટા ઉદેપુર જિલ્લા ખાતે ?૫૨૦૬ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવા જઇ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર શિક્ષણનું સ્તર વધુ ને વધુ બહેતર બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે, ત્યારે વડાપ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ?૪૫૦૫ કરોડના વિવિધ શૈક્ષણિક વિકાસકાર્યોની ભેટ આપવા જઇ રહ્યા છે. આ ઉપરાંત, વડાપ્રધાન માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. વડાપ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત ?૪૫૦૫ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.

આ યોજના અંતર્ગત ?૧૪૨૬ કરોડના કામોનું લોકાર્પણ અને ?૩૦૭૯ કરોડના કામોનું ખાતમુહુર્ત કરવામાં આવશે, જેમાં ૯૦૮૮ નવીન વર્ગખંડો, ૫૦,૩૦૦ સ્માર્ટ ક્લાસરૂમ્સ, ૧૯,૬૦૦ કોમ્પ્યુટર લેબ્સ, ૧૨,૬૨૨ વર્ગખંડોનું અપગ્રેડેશન તેમજ અન્ય શૈક્ષણિક સુવિધાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ?૨૭૭ કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ, ?૨૫૧ કરોડના ખર્ચે શહેરી વિકાસ વિભાગ તેમજ ?૮૦ કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. દાહોદ ખાતે ?૨૩ કરોડના ખર્ચે નવોદય વિદ્યાલય તેમજ ?૧૦ કરોડના ખર્ચે હ્લસ્ રેડિયો સ્ટુડિયોનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *