Gujarat

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મધ્યપ્રદેશના શાહડોલ ખાતે આજે સિકલસેલ એનિમિયા નાબુદી અભિયાન 2047 નો પ્રારંભ કરાયો 

જે અંતર્ગત રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લામાં 311 હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ઉપર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું,જેને 11811 જેટલા લાભાર્થીઓએ નિહાળ્યો અને સિકલસેલ એનિમિયા વિશે પ્રધાનમંત્રીએ આપેલા સૂચનો સાથે માર્ગદર્શન મેળવ્યું હતું,આ કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર તાલુકાના રાયસિંગપુરા ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરના સ્ટેટ નોડલ ઓફિસર ડોક્ટર પ્રકાશ સુથાર ,જિલ્લા આરોગ્ય અધિકારી સી બી ચોબીસા ઉપસ્થિત રહ્યા હતા અને સિકલસેલ નાબુદી માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડી સિકલસેલના 35 દર્દીઓને સિકલજીનેટિક કાર્ડનું વિતરણ કર્યું હતું,ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આદિજાતિના 87 % લોકોનું સેકલસેલ માટેનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે જે પૈકી 92375 સિકલસેલ ટ્રેઇટ દર્દીઓ અને 6090 સિકલસેલ ડીસીઝ દર્દીઓ સામે આવ્યા છે,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

VideoCapture_20230701-172050.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *