બે દિવસીય ગુજરાતનો પ્રવાસ પૂર્ણ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સાંજે દિલ્હી જવા રવાના થયા હતા. એરપોર્ટ પર રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદીને ભાવસભર વિદાય આપી હતી.
આ પ્રસંગે નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ, પ્રોટોકોલ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, જીએડીના અધિક મુખ્ય સચિવ કમલ દાયાણી, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, શહેર ઇન્ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવીર સિંહ, કલેકટર પ્રવીણા ડી.કે. સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.