ગાંધીનગર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજભવન ખાતે મંત્રીમંડળ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળના પ્રધાનો હાજર રહ્યા હતા. એક કલાક ચાલેલી બેઠકમાં પ્રધાનોએ અત્યાર સુધીમાં કામગીરી પર ચર્ચા થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠકમાં પ્રધાનોના કામની સમીક્ષા કરી હતી. તેમજ અમુક પ્રધાનોને તેમની કામગીરી મુદ્દે ટકોર પણ કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ રાજ્યના પ્રજાલક્ષી કામોને વેગ આપવા માટે તમામ પ્રધાનોને કહ્યુ હતુ. સાથે જ સરકારની તમામ યોજનાઓનો યોગ્ય રીતે પ્રચાર પ્રસાર કરવા સૂચના આપી હતી. તો સરકારની યોજનાઓમાં ડિઝિટલ માધ્યમ તથા ઊઇ કોડનો આગ્રહ રાખવા સૂચન કરવામાં આવ્યુ હતુ. ગુજરાત મોડેલને મજબૂત કરવા ઁસ્ મોદીએ વર્તમાન સરકારને જણાવ્યુ હતુ. સાથે આવનારા સમયમાં પ્રધાનોએ શું કામગીરી કરવી જાેઇએ તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
