૨૧મી સદીમાં છૈં વિકાસ અને વિનાશ બંનેનું સાધન બની શકે છે : વડાપ્રધાન મોદી
દિલ્હીમાં આયોજિત ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માં ભારતના ટેક્નોલોજીકલ લેન્ડસ્કેપમાં ક્રાંતિ લાવવાની ક્ષમતા છે. તેમણે કહ્યું કે, છૈંની અસર માત્ર વર્તમાન પેઢીઓ પર જ નહીં પરંતુ ભવિષ્ય પર પણ દેખાઈ રહી છે. આ અંગે આપણે જાગૃત રહેવાની જરૂર છે. આપણે છૈં વિશે સાવચેત રહેવાની જરૂર છે. પીએમ મોદીએ કહ્યું કે મને વિશ્વાસ છે કે દિલ્હીમાં આયોજિત આ કાર્યક્રમમાંથી ઘણા સૂચનો બહાર આવશે જે અમને મદદ કરશે. આ સૂચનો આપણને છૈં દ્વારા વિશ્વ સમક્ષ ઊભા થયેલા સંભવિત જાેખમો અને પડકારોથી બચાવશે. સમિટને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સમગ્ર વિશ્વ છૈં દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા સામાજિક પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમે તાજેતરમાં છૈં સંબંધિત પોર્ટલ પણ લોન્ચ કર્યું છે.
છૈં ૨૧મી સદીમાં વિકાસનું સૌથી મોટું સાધન બની શકે છે તો ૨૧મી સદીને નષ્ટ કરવામાં પણ સૌથી મોટી ભૂમિકા ભજવી શકે છે.. તેમણે કહ્યું કે ડીપ ફેકનો પડકાર આખી દુનિયા સામે છે. આ સિવાય આતંકવાદીઓના હાથમાં સાયબર સિક્યોરિટી, ડેટા ચોરી અને છૈં ટૂલ્સ આવવાનો પણ મોટો ખતરો છે. પીએમ મોદીએ કહ્યું કે દરેક ક્ષેત્રમાં છૈંનો મહત્તમ લાભ લેવાનો અમારો પ્રયાસ છે. અમે કૃષિ, આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં પણ છૈંની ભાગીદારી વધારવા માંગીએ છીએ. અમારું રાષ્ટ્રીય છૈં પોર્ટલ આ છૈં પહેલોને સમર્થન અને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પીએમ મોદીએ કહ્યું કે, આ સમિટમાંથી જે સૂચન આવશે તે માનવીના મૂળભૂત મૂલ્યોને દિશા આપશે. છૈં સંબંધિત નવા વિચારોમાં ભારત સૌથી મોટો પ્લેયર છે. પીએમ મોદીએ કહ્યું કે અહીં આવતા પહેલા હું છૈં એક્સપોમાં પણ ગયો હતો.. તેમણે વધુમાં કહ્યું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કેવી રીતે પરિવર્તન લાવી શકે છે.
આપણા યુવાનો ટેક્નોલોજી દ્વારા સામાજિક પરિવર્તન લાવવાનું કામ કરી રહ્યા છે. છૈંની મદદથી અમે ભારતમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે પરિવર્તન લાવવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. ભારતમાં વિકાસનો મંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ છે. ભારતમાં છૈં મિશન શરૂ કરાશે. આનાથી ભારતમાં ઈનોવેટર્સને મોટું પ્રોત્સાહન મળશે. છૈં સમિટમાં વિશ્વના લગભગ ૨૮ દેશો ભાગ લઈ રહ્યા છે. ૧૫૦થી વધુ વક્તા છે જેઓ છૈં પર તેમના મંતવ્યો રજૂ કરશે. આ ઇવેન્ટમાં ૧૫૦થી વધુ છૈં સ્ટાર્ટઅપ્સ ભાગ લઈ રહ્યા છે અને તેમના છૈં ઉત્પાદનોનું પ્રદર્શન કરી રહ્યા છે. આ સિવાય ૩૦ થી વધુ ટેક્નોલોજી સેશન હશે. આ સમિટ એવા સમયે થઈ રહી છે જ્યારે દુનિયાભરમાં છૈંને લઈને ચર્ચા ચાલી રહી છે. આ સમિટ સાથે જાેડાયેલા દરેક દેશની મોટી જવાબદારી છે.

