Gujarat

ધ્રોલ તાલુકાની ૧૦ ગ્રામ પંચાયતો ખાતે મારી માટી, મારો દેશ અભિયાન અંતર્ગત કાર્યક્રમો યોજાયા

જામનગર જિલ્લામાં મારી માટી, મારો દેશ માટીને નમન વિરોને વંદન કાર્યક્રમની ઉજવણીનો
ઉત્સાહપૂર્વક પ્રારંભ થયો છે ત્યારે ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં ધ્રોલ તાલુકાના ખારવા ગામે આવેલ અમૃત
સરોવર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. થીમ અંતર્ગત ઉત્સાહપૂર્વક રાષ્ટ્રભક્તિના પર્વની ઉજવણી કરવામાં આવી
હતી. ધારાસભ્યશ્રી સહિત ગ્રામજનોએ શિલાફલકમનું અનાવરણ કરી અને દીપ પ્રગટાવી શહીદોને વંદન, પંચ પ્રણ પ્રતિજ્ઞા,
વૃક્ષારોપણ, સેલ્ફી અપલોડ સહિતના કાર્યક્રમમાં ભાગ લઈ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
ધ્રોલ તાલુકાની ખારવા, મોડપર,માવાપર, હમાપર સહિત ૧૦ ગ્રામ પંચાયતો ખાતે વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી
હતી. આ કાર્યક્રમોમાં શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી લગધીરસિંહ જાડેજા, ધ્રોલ તાલુકા વિકાસ અધિકારીશ્રી સોજિત્રા,
આગેવાનશ્રીઓ તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

4.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *