Gujarat

જામનગરમાં આગામી તા. 10 જુલાઈથી 14 જુલાઈ સુધી એસ.એસ.સી. અને એચ.એસ.સી. ની પૂરક પરીક્ષા કેન્દ્રોના 100 મીટરના વિસ્તારમાં પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરાયા

જામનગર જિલ્લામાં આગામી તા. 10 જુલાઈથી 14 જુલાઈ
દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા એસ.
એસ. સી. અને એચ. એસ. સી. ની પૂરક પરીક્ષા યોજાશે. પરીક્ષા દરમિયાન તેજસ્વી
વિધ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. તેમજ
પ્રશ્નપત્રો અને તૈયાર ઉત્તરોની કોપી ઝેરોક્સ/ કોપીયર મશીન દ્વારા મેળવીને અને
પરીક્ષાખંડમાં મોબાઈલ ફોનથી પરીક્ષાર્થીઓને મદદ થતી હોવાથી તેજસ્વી વિધાર્થીઓને
અન્યાય થતો અટકાવવો જરૂરી છે.
તે માટે, જામનગર જિલ્લાના નિયત કરાયેલા પરીશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના
100 મીટર વિસ્તારની હદમાં આવેલા કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા
ધંધાર્થીઓ, અંગત વપરાશકર્તાઓએ આગામી તા. 10/07/2023 થી આગામી તા.
14/07/2023 દરમિયાન સવારના 10:00 કલાકથી સાંજના 06:15 કલાક સુધી કોપીયર
મશીનો દ્વારા પરીક્ષા વિષયક પત્રો કે દસ્તાવેજી કાગળોની નકલો કાઢવી નહીં.
તેમજ, પરિશિષ્ટ મુજબના નિર્ધારિત કરવામાં આવેલા પરીક્ષા કેન્દ્રોમાં કોઈપણ વ્યક્તિને
મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, બ્લ્યુ ટુથ, ઈયર ફોન, કેમેરા, લેપટોપ, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર,

ઇલેક્ટ્રોનિક વોચ, અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો, અનાધિકૃત સાહિત્ય, પુસ્તકો કે વસ્તુઓ સાથે
પ્રવેશ કરવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી. એન. ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં
આવેલા જાહેરનામામાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
ઉપરોક્ત પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ- 1860 ની
કલમ- 188 હેઠળ શિક્ષાપાત્ર થશે. ઉક્ત કોપીયર મશીન માટેનો પ્રતિબંધાત્મક હુકમ સરકારી,
અર્ધસરકારી અને જાહેર સાહસો સિવાયના કોપીયર મશીન વપરાશકર્તાઓને લાગુ પડશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *