બિપોરજોય વાવાઝોડા દરમિયાન ભારે પવન અને વરસાદના કારણે જિલ્લાના વિવિધ વિસ્તારના રસ્તાઓ વચ્ચે વૃક્ષો પડી ગયા હતા. આવી સ્થિતિમાં માર્ગ પર ટ્રાફિક ના થાય અને અવરજવરમાં સરળતા રહે તે માટે માર્ગો પરના પડી ગયેલા વૃક્ષોને હટાવવાની કામગીરી માટે આયોજન કરવામાં આવ્યું હતું .
જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.


