Punjab

પંજાબી સિંગર સુરિન્દરનું ૬૪ વર્ષની વયે નિધન

લુધિયાણા
પંજાબી ગાયક સુરિન્દર શિંદા હવે આ દુનિયામાં નથી. તેમણે ૨૬ જુલાઈ ૨૦૨૩ના રોજ લુધિયાણાની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ૬૪ વર્ષીય શિંદા છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમની તબિયતમાં સુધારો થતો ન હતો. જે બાદ ણ ડોક્ટરોએ વેન્ટિલેટર પર રાખ્યા હતા. પરંતુ બુધવારે સવારે ૭.૩૦ કલાકે તેમનું મૃત્યુ થયું હતું. તેમણે ‘ટ્રક બિલિયા’ અને ‘પુત જતન દે’ જેવા ઘણા હિટ ગીતો ગાયા છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર સુરિન્દર શિંદાનું ડ્ઢસ્ઝ્ર હોસ્પિટલમાં નિધન થયું છે. લુધિયાણાની આ હોસ્પિટલમાં સવારે ૭.૩૦ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. તે છેલ્લા ૨૦ દિવસથી હોસ્પિટલમાં દાખલ હતી. તેની સતત સારવાર ચાલી રહી હતી. પરંતુ તેમની તબિયતમાં સુધારો ન થતાં ડોક્ટરોએ તેમને વેન્ટિલેટર પર પણ રાખ્યાં હતા. પરંતુ ગાયકનો જીવ બચાવી શકાયો ન હતો. સુરિન્દર શિંદાના પુત્રએ લગભગ ૧૪ દિવસ પહેલા તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું હતું. ગાયક વિશે એવી અફવા હતી કે તેમનું અવસાન થયું છે. પરંતુ પુત્ર મનિન્દર શિંદાએ કહ્યું કે આ બધી ખોટી અફવા છે. પિતાજીની તબિયત સારી છે અને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પરંતુ બુધવારે સુરિન્દર શિંદાએ આ દુનિયાને અલવિદા કહી દીધું.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *