*રાધનપુર: પીવાના પાણીની પારાયણ યથાવત્: રત્નાકર સોસાયટી ની મહિલાઓએ 1 દિવસમાં પાણી નહિ મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી*
*રાધનપુર: રત્નાકર સોસાયટી, જગદંબા સોસાઈટી ની મહિલાઓ પાણી માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા પહોચી ! રત્નાકર સોસાયટી ની મહિલાઓએ પાણી માટે સૂત્રોચ્ચાર લગાવ્યા*
પાટણ જિલ્લા નાં રાધનપુર વિસ્તારમાં પીવાના પાણીની પારાયણ છેલ્લા છ મહિનાથી યથાવત્ જોવા મળી રહી છે. છેલ્લા છ માસથી રાધનપુર નાં સરદારપૂરા ગ્રામ પંચાયત સાથે જોડાયેલ રત્નાકર સોસાઈટી,જગદંબા સોસાયટી, જગદંબા પાર્ક સહિત ત્રણ સોસાયટી ની અંદર છેલ્લા છ માસથી પાણી નાં આવતું હોવાની બૂમરાણ ઉઠવા પામી છે. રાધનપુર તાલુકા મા અનેક ગામડાઓ માં હજુ કેટલાક ગ્રામ્ય વિસ્તારો માં પીવાનું પાણી પૂરતું નથી મળી રહ્યું ત્યારે પાણી પુરવઠા તંત્ર અને નગર પાલિકા સામે અનેક સવાલો ઊભા થવા પામ્યા છે.રાધનપુર નાં રત્નાકર સોસાયટી જગદંબા સોસાયટી ખાતે પીવાનું પાણી નાં મળતા મહિલાઓ એ પાણી પુરવઠા ઓફિસ અને તાલુકા સેવા સદન ખાતે પહોંચી પાણી આપો એવા સૂત્રોચ્ચાર કર્યા હતા.
પાટણ જિલ્લા નાં રાધનપુર ખાતે આવેલ રત્નાકર સોસાયટી અને જગદંબા સોસાયટી ની મહિલાઓ એ તાલુકા પંચાયત, પાણી પુરવઠા કચેરી જતાં રજૂઆત કરવા છતાં પાણીનો મુદ્દો યથાવત રહ્યો હતો, ત્યારે આજરોજ મહિલાઓ નગર પાલિકા સહિત મામલતદાર કચેરી તાલુકા એવા સદન ખાતે પહોંચી રજૂઆત કરી હતી જ્યાં રાધનપુર આવેલા કલેકટર સુધી પાણીના મુદ્દાને લઇને ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી છે. કલેક્ટર એ 1 દિવસ ની અંદર પાણી પહોંચતું કરવા તંત્ર ને વાત કરી મહિલાઓ ને આશ્વાશન આપ્યું હતું.
સ્થાનીય મહિલા નીમાબેન પટેલ નાં જણાવ્યા મુજબ છેલ્લા છ મહિના થી સોસાયટી મા પાણી નાં આવતું હોવાની વાત કરી હતી તેમજ ટેન્કર મારફતે 600 રૂપિયા આપી પાણી લાવવા લોકો મજબૂર બન્યા હોવાનું જણાવ્યું હતું. આમ પાણી માટે વલખા મારતા સોસાયટી નાં મહિલાઓ વારંવાર રજુઆત કરવા છતાં પાણી નાં મળતા મહિલાઓ મામલતદાર ઓફિસ,પાણી પુરવઠા ઓફિસ પહોચી પાણી આપો નાં સૂત્રોચ્ચાર કર્યા હતા. વધુ માં નીમાબેન પટેલ એ જણાવતાં કહ્યું કે પાણી બાબતે સરપંચ સહિત પાણી પુરવઠા વિભાગ અને નગર પાલિકા ને પણ રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી તેવું નીમાબેન એ જણાવ્યું હતું.
રાધનપુર ખાતે આવેલ રત્નાકર સોસાયટી નાં સોની જયાબેન એ જણાવ્યું કે છેલ્લા છ થી આઠ મહિના થી પાણી નો પ્રશ્ન યથાવત છે તેમજ અનેક રજૂઆત છતાં પાણીનો પ્રશ્ન હલ નહિ થતાં આખરે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. વધુમાં જણાવતાં કહ્યું કે રાધનપુર નાં સરદારપુરા ગ્રામ પંચાયત માં આવતી રત્નાકર રેસીડેન્સીસોસાયટી બાજુમાં જગદંબા પાર્ક અને જગદંબા સોસાયટી સહિત આ ત્રણ સોસાયટી મા પાણી નું એકપણ ટીંપુ નથી આવતું. જેની રજૂઆત કરવા મહિલાઓ ગ્રામ પંચાયત ખાતે જતાં સરપંચ એ પાણી પુરવઠા ઓફિસ જઈને રજૂઆત કરો તેવું કહેતા મહિલાઓ આજરોજ રાધનપુર ખાતે આવેલ પાણી પુરવઠા ઓફિસ પહોચી હતી.જ્યાં પાણી પુરવઠા નાં અધિકારીઓ એ કહ્યું કે આ આમારા માં નથી આવતું જે બાબત ને લઇને મહિલાઓ તાલુકા સેવા સદન ખાતે પહોંચી રામધૂન બોલાવી હતી અને પાણી આપો નાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
આમ, પીવાના પાણી નાં મુદ્દા ને લઇને મહિલાઓ રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી તેવું જયાબેન સોની સ્થાનીય મહિલા એ જણાવ્યું હતું. વધુમાં જયાબેન સોની એ જણાવ્યું કે સરકાર “જલ સે નલ યોજના” ની વાત કરે છે એ યોજના કઈ બાજુ ચાલુ છે અને અમને પીવાનું પાણી ક્યારે મળશે , આગામી 1 દિવસ ની અંદર જો પીવાનું પાણી નહિ મળે તો કલેક્ટર ઓફિસ જઈ મહિલા મંડળ ની બહેનો દ્વારા અમે માટલા ફોડી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેવી ચીમકી આપી હતી.
*બીજી તરફ રાધનપુર પાણી પુરવઠા વિભાગ નાં અધિકારી ને પાણીના મુદ્દે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે :* રાધનપુર ખાતે બનેલા પાણીના પ્રશ્ન રત્નાકર સોસાયટી જગદંબા પાર્ક અને જગદંબા સોસાયટી આ પ્રશ્ન આંતરિક વિતરણ વ્યવસ્થા નો સ્થાનિક લેવલ નો છે. જેમાં પાણી પુરવઠા કોઈ ઘર જોડાણ કે સોસાઈટી માં પાણી નથી આપતી પાણી પુરવઠા જે તે નિયમ મુજબ સંપ માં પાણી આપે છે . જે તે વિતરણ વ્યવસ્થા ગ્રામ પંચાયત અને નગર પાલિકા સંભાળે છે. જ્યારે રાધનપુર તાલુકા નાં અન્ય ગામો જેવા કે,નજૂપુરા,કલ્યાણપુરા,ગોતરકા, ઝેકડા સહિત ગામ ની પીવાના પાણી નાં પ્રશ્ન મુદ્દે મીડિયા રિપોર્ટર એ વાત કરતા અધિકારી એ જણાવ્યું કે નિયમિત પાણી આપવામાં આવે કોઈ રજૂઆત કરવામાં આવી નથી. છતાં જો કોઈ પ્રશ્ન હશે તો આવનાર સમય માં જે તે પ્રશ્ન નો નિકાલ કરી દેવામાં આવશે તેવું પાણી પુરવઠા અધિકારી એ જણાવ્યું હતું.


