સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
૨૦૨૩માં ચોમાસાની સીઝનમાં સૌથી મોટું ઘોડાપૂર ગામ વચ્ચેથી પસાર થયુ/હજુ ચોમાસુ બાકી/દુકાનોમાં પાણી ઘૂસ્યા.
———————————————————————
હવામાન વિભાગ દ્વારા આજે અમરેલી જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહીના પગલે આજે સતત દિવસે સાવરકુંડલા પંથકમાં મેઘ મહેર યથાવત રહેતા અમુક વિસ્તાર પાણી પાણી થયો હતો.
સાવરકુંડલાના આંબરડી ગામે સતત સાત દિવસથી પડી રહેલા વરસાદે આજે રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ૨૦૨૩ની સીઝનનો સૌથી વધુ કહી શકાય તેવો વરસાદ ખાબકી ગયો હતો.ભારે ઉકળાટ બાદ આજે બપોરે ત્રણ કલાકે ધોધમાર વરસાદ શરૂ થતાં જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ હતી.સતત અઢી કલાક સુધી પડેલા ભારે વરસાદથી ગામ વચ્ચે પસાર થતી નેવડીમાં છાતી સમાં પાણી વહેતા થતા દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા.આંબરડી ગામ સહિત મિતિયાળા, અભરામપરા, કૃશ્નગઢ,બાગોયા, ખોડીયાણા, નવી આંબરડી, દોલતી, દેતડ અને જાબાળ જેવા આસપાસના ગામોમાં પણ વરસાદ પડ્યો હતો.આંબરડી ગામમાં અને સીમમાં અઢી કલાકમાં અંદાજે ચાર ઈંચ વરસાદ ખાબકતા ધાતરવડી નદી તેમજ ફુલઝર નદીમાં ઘોડાપૂર આવતા લોકો પૂર જોવા ઉમટ્યા હતા. ઉલ્લેખનીય છે કે સતત સાત દિવસથી મેઘરાજાની ધોધમાર મેઘ મહેરથી એક તરફ ખુશી જોવા મળી રહી છે તો બીજી તરફ ખેતીપાકને લઈ થોડી ઘણી ચિંતા પણ જગતના તાતને સતાવી રહી છે.એમ સુભાષ સોલંકીની અખબારી યાદીમાં જણાવાયું હતું.


