Gujarat

અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત

અમરેલી
આજે સવારથી રાજ્યના ઘણા વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદનુ આગમન થયું છે. સવારથી અસહ્ય ઉકળાટ બાદ સાવરકુંડલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સાવરકુંડલા શહેર અને ગ્રામ્યમા વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. હાથસણી, નાના ભમોદ્રા, અમૃતવેલ, ભુવા, ધાર, મોલડી, મોટા ઝિંઝુડા, ઠવી, વીરડી, નાળ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અસહ્ય ઉકળાટ બાદ ચલાલા શહેરમાં પણ વરસાદનું આગમન થયું છે. હવામાન વિભાગે ચોસાસાની ગુજરાતમાં એન્ટ્રીને લઇને મહત્વની આગાહી કરી છે. આગામી ૪૮ કલાકમાં રાજ્યમાં ચોસાસાની વિધિવત એન્ટ્રી થઇ જશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ૪૮ કલાકમાં ચોમાસુ દસ્તક દેશે અને આગામી ૫ દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં હળવાથી ધોધમાર વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ ૪૮ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર રીતે મેઘરાજાની એન્ટ્રી થશે. ગુજરાતમાં અમુક વિસ્તારમાં ભારે વરસાદનો અનુમાન છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવતીકાલે ગુજરાતના પૂર્વ ભાગોમાં ભારે વરસાદનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. નર્મદા, આણંદ, ભરૂચ, પંચમહાલ, દાહોદ, વડોદરામાં આવતીકાલે ભારે વરસાદની આગાહી છે.

File-02-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *