ગાંધીનગર
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ બાબુભાઈ દેસાઈને અભિનંદન પાઠવ્યા હતા અને ‘પરોપકારાય સતામ્ વિભૂતયઃ’ નો ઉલ્લેખ કરીને કહ્યું કે, સત્પુરુષોનું જીવન પરોપકાર માટે જ હોય છે. તેમણે ખેડૂતો, ધરતી માતા, ગાય માતા, પર્યાવરણ, સ્વાસ્થ્ય અને સૌના કલ્યાણ માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો વ્યાપ વધારવામાં સક્રિયતા કેળવવા અનુરોધ કર્યો હતો.
બાબુભાઈ દેસાઈએ પણ વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એ માટેની ઝુંબેશમાં સક્રિયતાની ઈચ્છા વ્યક્ત કરી હતી.


