છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશોત્સવની ઉજવણી બાદ શિક્ષણની ગુણવત્તા પર અનેક સવાલો ઉભા થયા છે. પરંતુ તેની સામે વાસ્તવિક સ્થિતિમાં જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં 616 ઓરડાઓની ઘટ છે અને 119 ઓરડાઓ જર્જરિત છે. ત્યારે રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં નવીન તેમજ જર્જરિત થયેલ ઓરડાનાં બાંધકામની મંજૂરી તથા ટેન્ડર પ્રક્રિયા પ્રોજેક્ટ ડાયરેક્ટર પાસે હોય છે જે સત્તા જીલ્લાના જીલ્લા વિકાસ અધિકારીઓને સોંપવા માટે રાજ્ય સભા સાંસદ અને દિશા કમિટીના ઉપપ્રમુખ નારણભાઈ રાઠવા એ રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રમાઈ પટેલને પત્ર લખી માંગ કરી છે.
તેમને પત્રમાં રજૂઆત કરતા જણાવ્યુ છે કે, રાજ્યના 33 જીલ્લા અને ખાસ કરીને આદીવાસી પુર્વ પટ્ટીના 14 જીલ્લાઓનાં પ્રાથમિક શાળાના ઓરડાઓની મંજૂરી અને બાંધકામના ટેન્ડર મંજુર કરી કોન્ટ્રાક્ટ ફિક્સ કરવાની પ્રક્રીયા સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સર્વ શિક્ષા અભિયાન ગાંધીનગર ને સોંપવામાં આવેલી છે. તેવા ઓરડાઓની મંજૂરી તેમજ બાંધકામ ના ટેન્ડરની પ્રક્રિયાની જીલ્લા વિકાસ અધિકારી ને સત્તા સોંપવામાં આવે તો વહેલી તકે પૂર્ણ થઈ શકે તેમ છે. જીલ્લા કક્ષાના જીલ્લા કો- ઓર્ડીનેટર અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાકારી ને નવીન તેમજ જર્જરિત ઓરડા બનાવવા માટે જે તે જિલ્લામાંથી ઓરડા બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા માટે બાંધકામ ની એજન્સી ફિક્સ કરવાં દરખાસ્ત મોકલવામાં આવી છે તેવાં જીલ્લા ઓમા અસંખ્ય ઓરડા ના બાંધકામ દરખાસ્તો ટેન્ડર પ્રક્રિયા સ્ટેટ પ્રોજેક્ટ લાંબા સમય સુધી થતી નથી. અને વિલંબ માં પડી રહે છે. તેથી શાળાના ઓરડા ઓ વગર શિક્ષણ અને અભ્યાસ ઉપર માઠી અસર પડે છે. ઘટતા ઓરડાઓ તથા જર્જરિત ઓરડાઓની જાણકારી સંસદ સભ્યો, ધારાસભ્યો તેમજ જીલ્લા તાલુકા પંચાયત ના પ્રમુખો જીલ્લા કક્ષાએથી આપે છે. તેવા ઓરડા બનાવવાની મંજૂરી ની પ્રક્રીયા પણ પ્રોજેક્ટ ડાયરેક્ટર ગાંધીનગરથી થાય છે. જેથી તેમાં વિલંબ થાય છે એમ પત્રમાં જણાવ્યું હતું.
પ્રાથમિક શાળાઓમાં જર્જરિત ઓરડાની સંખ્યા
છોટાઉદેપુર તાલુકો – 37
પાવીજેતપુર તાલુકો – 3
કવાંટ તાલુકો – 10
નસવાડી તાલુકો – 17
સંખેડા તાલુકો – 13
બોડેલી તાલુકો – 39
કુલ 119 ઓરડા જર્જરિત
શાળાઓમાં ઘટતા ઓરડાની સંખ્યા
છોટાઉદેપુર તાલુકો – 178
પાવીજેતપુર તાલુકો – 86
કવાટ તાલુકો – 127
નસવાડી તાલુકો – 44
સંખેડા તાલુકો – 63
બોડેલી તાલુકો – 118
કુલ 616 ઓરડાની ઘટ
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


