બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ સર્વોદય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માં રક્ષાબંધન નો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો.શાળાના સંચાલક અશોકસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી જેમાં દરેક વિદ્યાર્થી ઓ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દરેક શિક્ષકો એ પણ રાખડી બંધાવી ને આ તહેવાર ઉજવ્યો હતો. સાથે અમારી શાળામાં રક્ષા સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એ ભાગ લઈને અવનવી રાખડીઓ જાતે બનાવી અને સંસ્થા એ એમને એ કાર્ય બદલ ખુબ સરહાના કરીને વિદ્યાર્થીઓ ને પ્રમાણપત્રો અને ગીફ્ટ આપવામાં આવી.શાળા ના સંચાલક ની હાજરી માં રક્ષાબંધન વિષે કથાવાર્તા પણ વિદ્યાર્થીઓ ને કહેવામાં આવી અને અનોખી રીતે આ કાર્યક્રમ ની પૂર્ણવૃતી થઈ. આ ભાઈ બહેન નો તહેવાર ખૂબ અગત્ય નો અને પવિત્ર તહેવાર છે એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ શાળા ના પ્રાંગણ માં જોવા મળ્યું હતું. ભાઈ બહેન નો આ પ્રેમ સંસાર નો સૌથી અજોડ અને અનન્ય પ્રેમ છે..
તસવીરઃવિપુલ લુહેર,રાણપુર

