જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં શ્રીકાર વર્ષા થઈ છે જેના કારણે ખેડૂતોમાં પણ ખુશીની
લહેર જોવા મળી રહી છે.જામનગર શહેર તથા જામનગર તાલુકા વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 201 મી.મી.જેટલો વરસાદ
વરસતા જામનગરની જીવા દોરી સમાન રણજીતસાગર ડેમની જળ સપાટી 26 ફૂટ સુધી પહોંચી છે અને તે પોતાની છલક
સપાટીથી હવે માત્ર દોઢ ફૂટ દૂર છે જ્યારે છેલ્લા 24 કલાકમાં જોડિયા તાલુકામાં 55 મી.મી, ધ્રોલ તાલુકામાં 26 મી.મી.,
કાલાવડ તાલુકામાં 28 મી.મી., લાલપુર તાલુકામાં 22 મી.મી. તથા જામજોધપુર તાલુકામાં 33 મી.મી. જેટલો વાવણીલાયક
વરસાદ નોંધાતા ખેડૂતોમાં પણ હરખની હેલી જોવા મળી રહી છે.


