૯ મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે બોટાદ જીલ્લાના રાણપુરમાં સી.એસ.ગદાણી હાઈસ્કુલ ખાતે તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં રાણપુર તાલુકા વિકાસ અધિકારી કૃષ્ણપાલસિંહ મકવાણા,મામલતદાર કે.કે.વાળા,PSI એસ.જી.સરવૈયા,શહેર ભાજપ પ્રમુખ ડો.જગદીશભાઈ પંડ્યા,તાલુકા શિક્ષણાધિકારી જીતેન્દ્રસિંહ લિંબોલા,કેરવણી નિરીક્ષક કરણસિંહ લિંબોલા,તાલુકા પંચાયત ન્યાસ સમિતિના ચેરમેન હીરાભાઈ ખાણીયા,નાયબ મામલતદાર,આઈ.સી.ડી.એસ.શાખાના કર્મચારી,સી.એસ.ગદાણી હાઈસ્કુલના સંચાલક સંજીવભાઈ ગદાણી સહીત રાણપુર તાલુકાના લોકો અને શાળાના વિદ્યાર્થિઓ મોટી સંખ્યામાં હાજર રહી વિવિધ યોગ ના આસનો કરી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


