દિલ્હી
મણિપુરમાં હિંસા અને છોકરીઓને નગ્ન કરીને ફેરવવાના મામલો જાેર પકડી રહ્યો છે. આ કેસની અસર દેશની સંસદ પર પણ પડી છે. બે દિવસ સુધી સંસદની કાર્યવાહી હંગામાથી ઠપ થઈ ગઈ. બંને દિવસે વિપક્ષી દળોએ મણિપુર અને પીએમ મોદીના નિવેદન પર સંસદમાં ચર્ચાની માગણી કરીને હંગામો મચાવ્યો હતો. જેના કારણે સંસદની કાર્યવાહી બંને દિવસે સ્થગિત કરવી પડી હતી. હવે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વિપક્ષોને આ મુદ્દે ચર્ચામાં ભાગ લેવાની અપીલ કરી છે. ઠાકુરે રવિવારે કહ્યું કે, કોઈપણ મહિલા પર અત્યાચાર, બળાત્કાર પીડાદાયક હોય છે, પછી તે કોઈપણ રાજ્યમાં હોય. મહિલાઓ સામે વધતા ગુનાઓને રોકવાની જવાબદારી રાજ્યોની છે. આ મુદ્દે ગૃહમાં સારી ચર્ચા થવી જાેઈએ. તમામ પક્ષોએ તેમાં ભાગ લેવો જાેઈએ અને કોઈએ ચર્ચાથી ભાગવું જાેઈએ નહીં. વિપક્ષને અપીલ છે કે તેઓ ચર્ચામાં જાેડાય અને ભાગી ન જાય. કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મહિલાઓ સામે વધતા ગુનાઓને રોકવાની જવાબદારી રાજ્ય સરકારની સાથે સાથે સમાજની છે. આવી ઘટનાઓ બિહાર હોય, રાજસ્થાન હોય, બંગાળ હોય, મણિપુર હોય કે અન્ય કોઈ રાજ્ય હોય, આ બધા તો આપણા દેશની મા-દીકરીઓ છે અને તેમની સાથે આવું કોઈ કેવી રીતે કરી શકે. વિપક્ષે આવા ગંભીર મુદ્દા પર રાજકારણ ન કરવું જાેઈએ પરંતુ ચર્ચા કરવી જાેઈએ. ચર્ચામાં રહેવા માટે વિપક્ષ દ્વારા હંગામો મચાવવામાં આવે છે, પરંતુ ચર્ચામાં ભાગ લેવા માટે કંઈ કરવામાં આવતું નથી.


