Maharashtra

રશ્મિકા માંદાના સાથે થઇ ૮૦ લાખની છેતરપિંડી

મુંબઈ
મીડિયા રિપોટ્‌સ અનુસાર રશ્મિકા મંદાનાને ૮૦ લાખ રૂપિયાનો ચુનો લાગ્યો છે અને છેતરપિંડી પછી અભિનેત્રએ તરત આ વ્યક્તિને નોકરીમાંથી કાઢી મુક્યો. જાણવા મળ્યા મુજબ જે મેનેજરેથી અભિનેત્રીને દગો મળ્યો છે એ શરૂઆતની કેરિયરથી રશ્મિકા સાથે જાેડાયેલ છે. પરંતુ હવે અસલી રૂપ સામે આવતા રશ્મિકાએ આ વ્યક્તિને નોકરીમાંથી કાઢી મુક્યો. આમ, વાત કરવામાં આવે તો છેતરપિંડીના આ ટાઇપના કેસમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. અનેક હિરોઇનો સાથે આવી રીતની ઘટનાઓ બનતી રહેતી હોય છે. પિંકવિલાના એક રિપોર્ટ અનુસાર રશ્મિકા મંદાનાના મેનેજરે ૮૦ લાખ રૂપિયાની છેતરપિંડી કરીને દગો આપ્યો છે. આટલી મોટી રકમ અને અસલી ચહેરો સામે આવવાને કારણે મેનેજરને નોકરીમાંથી કાઢી મુક્યો છે. પરંતુ અત્યાર સુધી રશ્મિકાએ સત્તાવાર રીતે આ ઘટના પર કોઇ પ્રતિક્રિયા આપી નથી. જાે કે અભિનેત્રી આ વિશે સાર્વજનિક રીતે કોઇ પણ પ્રકારનો સીન ક્રિએટ કરવા ઇચ્છતી નથી. આ માટે મેનેજરને નોકરીમાંથી કાઢીને પોતે જ આ વાત સમેટી લીધી છે. ચોંકાવનાર વાત તો એ છે કે જે વ્યક્તિ પર અભિનેત્રીએ વિશ્વાસ મુક્યો હતો એને છેતરપિંડી કરી. આ ફાસ્ટ લાઇફમાં ખાસ ધ્યાન એ રાખવા જેવું કે કોઇ પણ વ્યક્તિ પર એટલો વિશ્વાસ ના રાખો જેના કારણે તમને સમય જતા નુકસાન થઇ શકે. રશ્મિકાના આવનાર પ્રોજેક્ટ્‌સની વાત કરીએ તો પુષ્પા સિવાય એ રણબીર કપૂરની એનિમલમાં જાેવા મળશે જેનું નિર્દેશન તેલુગુ ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા કરી રહ્યા છે. આમાં અનિલ કપૂર અને બોબી દેઓલ પણ છે. આ ફિલ્મ ૧૧ ઓગસ્ટના રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થશે. જાે કે હવે જાેવાનું એવું રહ્યુ કે એનિમલ મુવીથી હિન્દી સિનેમામાં પોતાને સ્થાપિત કરી શકે છે કે નહીં. આ પહેલાં ગુડબાય ફ્લોપ ગઇ હતી જે દ્રારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ હતુ. ત્યારબાદ મિશન મજનૂમાં પણ ખાસ બહુ લોકોએ પસંદ કરી નહીં, પરંતુ પુષ્પા ૨માં શ્રીવલ્લી બનીને ધમાલ મચાવશે.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *