Gujarat

દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા રાષ્ટ્રીય અંધજન મંડળ છોટાઉદેપુર જિલ્લા શાખા દ્વારા સાંસદ ગીતાબેન રાઠવાની અધ્યક્ષતામાં છોટાઉદેપુર નગરના દરબાર હોલ ખાતે ધોરણ 10,12, બીએ બીએડ,એમ એ માં ઉત્તીર્ણ થયેલ દિવ્યાંગ વિદ્યાર્થીઓને સન્માન સમારોહ અને ડીઝીટલ લાયબ્રેરીનું ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે રુચિ કેળવાય અને દિવ્યંગજનો શિક્ષિત બની આત્મનિર્ભર બને તે માટે રાષ્ટ્રીય અંધજન મંડળ છોટાઉદેપુર જિલ્લા શાખા દ્વારા સતત વિવિધ પ્રોત્સાહિત કાર્યક્રમો કરવામાં આવે છે,આજે છોટાઉદેપુર નગરના દરબાર હોલ ખાતે જિલ્લાના ધોરણ 10,12 ,બીએ, બીએડ,એમ એ માં ઉત્તીર્ણ થયેલ દિવ્યાંગ વિદ્યાર્થીઓને સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે સન્માનિત કરવાના અને દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે ડિજિટલ લાયબ્રેરીના ઉદ્ઘાટન માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,કાર્યક્રમમાં સાંસદના હસ્તે દિવ્યાંગ વિદ્યાર્થીઓને ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા,કાર્યક્રમમાં અંધજન મંડળ ના પ્રદેશ પ્રમુખ તારકભાઈ લુહાર,છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ અશોકભાઈ અજમેરા,સેક્રેટરી વિજયભાઈ વાઘેલા,યાસમીનબેન વ્હોરા સહિત જિલ્લાના દિવ્યંગજનો ઉપસ્થિત રહ્યા હતા, દિવ્યાંગ કલાકારોએ ગીત અને કથક નૃત્ય રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230709_164143.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *