બિપોરજોય વાવાઝોડાની અસરને લઇ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે ગીર પંથકના નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં
છુટો છવાયો વરસાદ પડતા રસ્તા પર ઠેર ઠેર પાણીના ખાબોચીયા ભરાય ગયા હતા. ગીરગઢડાના ધોડકવા સહીતના આજુબાજુના
ગામોમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંચ ગીરગઢડા નજીક ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસતા ધોકડવાની રાવલ
નદીમાં ખેતરાવ પાણી આવતા નદીના કાંઠે પાણી જોવા લોકો પહોચી ગયા હતા. આ સીવાય ઉના પંથકમાં સવારથી ભારે પવન સાથે
વરસાદી ઝાંપટા વરસી રહ્યા હતા.
