*આર. સી. મિશન શાળા ખંભોળજ શાળા નું ગૌરવ ધરા વાણીયા ‘ધીર’*
તા. 31 જુલાઈ 2023 સોમવાર ના રોજ સ્થાન કુમાર શાળા ખંભોળજ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન. વલાસણ માર્ગદર્શિત અને CRC ખંભોળજ કુમાર દ્વારા આયોજિત કલસ્ટર કક્ષાનો કલાઉત્સવ માં કુમારી ધરા શૈલેષ કુમાર વાણીયા’ ધીર’ ધોરણ – ૭ આર. સી. મિશન પ્રાથમિક શાળા ખંભોળજ , તાલુકો, જિલ્લો: આણંદ “વસુધૈવ કુટુંબ” વિષય પર મૌલિક રચના પ્રસ્તુત કરવા બદલ અંતર્ગત કાર્યક્રમ કલાઉત્સવ-2023 માં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળા નું નામ રોશન કરે છે. બાળકવિ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ સુંદર પ્રમાણ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે. સંસ્થા અભિનંદન સહ હષૅની લાગણી અનુભવે છે. તેના ઉજળા .ભવિષ્ય તથા શિક્ષણના અન્ય ક્ષેત્રોમાં ખૂબ પ્રગતિ કરે તેવી આશા રાખે છે.
સ્થળઃ ખંભોળજ કુમાર શાળા તારીખ : 31/07/2023
સી.આર.સી.કો.ઓ. ખંભોળજ કુમાર



