Gujarat

પાકિસ્તાનમાં છુપાયેલા બબ્બર ખાલસાના આતંકવાદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ

ઇન્ટરપોલે  બબ્બર ખાલસાના આતંકવાદી કરણવીર સિંહ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબના કપૂરથલાનો રહેવાસી કરણવીર સિંહ હાલ પાકિસ્તાનમાં છે. કરણવીર સિંહ બબ્બર ખાલસા આતંકવાદીઓ વાધવા સિંહ અને હરવિંદર સિંહ રિંડાનો જમણો હાથ હોવાનું કહેવાય છે. વાધવા સિંહ અને રિંડા પણ ભારતમાંથી ભાગી ગયા છે અને પાકિસ્તાનમાં છુપાયા છે અને ૈંજીૈં સાથે મળીને ભારતમાં આતંકવાદ ફેલાવી રહ્યા છે. કરણવીર સિંહ ભારતમાંથી ભાગીને પાકિસ્તાનમાં છુપાઈ ગયો છે. કરણવીર વિરુદ્ધ હત્યા, વિસ્ફોટક એક્ટ, ટેરર ફંડિંગ, આતંકવાદી ષડયંત્ર, આર્મ્સ એક્ટના કેસ નોંધાયેલા છે. તમને જણાવી દઈએ કે ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે. ઈન્ટરપોલ જ નહીં, ભારતીય તપાસ એજન્સીઓ પણ ખાલિસ્તાની આતંકવાદી નેટવર્કને લઈને સંપૂર્ણ એક્શન મોડમાં છે.

ખાલિસ્તાની નેટવર્કને આર્થિક નુકસાન પહોંચાડવાની તૈયારીઓ ચાલી રહી છે. હવાલા સિન્ડિકેટની ઓળખ કરીને ટૂંક સમયમાં તેનો નાશ કરવામાં આવશે. દ્ગૈંછને તાજેતરમાં તેની તપાસમાં જાણવા મળ્યું હતું કે લોરેન્સ બિશ્નોઈએ કેનેડામાં બેઠેલા તેના નજીકના સહયોગીઓ ગોલ્ડી બ્રાર અને સતબીર સિંહને હવાલા મારફત કરોડો રૂપિયા મોકલ્યા હતા અને પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં વેપારીઓ અને દારૂના કોન્ટ્રાક્ટરો પાસેથી પૈસા પડાવી લીધા હતા. ગોલ્ડી બ્રાર બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ આતંકવાદી લખબીર સિંહની ખૂબ નજીક છે.

ખાલિસ્તાની આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના આતંકવાદીઓ હરવિંદર સિંહ સંધુ ઉર્ફે રિંડા, લખબીર સિંહ સંધુ પર ૧૦ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. તેમના ત્રણ સહયોગી પરમિન્દર સિંહ કૈરા ઉર્ફે પટ્ટુ, સતનામ સિંહ ઉર્ફે સતબીર સિંહ ઉર્ફે સત્તા અને યાદવિંદર સિંહ ઉર્ફે યાદા પર ૫ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. દ્ગૈંછ અનુસાર, આ તમામ પર આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાનો અને આતંકવાદી ગતિવિધિઓ માટે ભંડોળ એકત્ર કરવાનો આરોપ છે. આ ઉપરાંત, આ તમામ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ માટે ભરતીના કામમાં પણ સામેલ છે.

File-01-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *