સંભવિત બિપરજોય વાવાઝોડા સદર્ભે વંથલી પ્રાંત અધિકારી શ્રી ડી.જે.જાડેજાએ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની મુલાકાત લીધી હતી.
સંભવિત વાવાઝોડાની અગમચેતીના તૈયારી રુપે વંથલી પ્રાંત અધિકારીશ્રીએ વંથલીના ઝૂંપડપટ્ટીમાં, જર્જરિત મિલકતો, જંગલ વિસ્તારમાં રહેતા લોકો સાથે રુબરુ મુલાકાત લઈને જરુરી વ્યવસ્થા અંગે વાતચીત કરી હતી.
તેમજ જરુર જણાય તો નજીકના કંટ્રોલ રૂમ કે ૧૦૦ અથવા ૧૦૮ નો કે સરપંચ અને આગેવાનોનો સંપર્ક કરવો જણાવ્યુ હતુ. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વંથલી પટેલ સમાજ, નગર પંચાયત હાઈસ્કૂલમાં પ્રાથમિક જરુરિયતોની તૈયારી સાથે વ્યવસ્થાની કરવામાં આવી છે. વંથલી સ્વામિનારાયણ ગુરુકુળ, વંથલી ગાંઠિલાના મંદિર અને જરુર પડે તો વંથલીના મુસ્લિમ ઘાંચી એકતા યંગ કમીટીની પણ તૈયારી રાખવામાં આવી છે.


