મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ ખાતે આવેલી જિલ્લા ની એક માત્ર જવાહર નવોદય વિદ્યાલય જેમા ક્ષેત્રિય કક્ષાની ચેસ ટુર્નામેન્ટનું આયોજન નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા કઠલાલ ના આચાર્ય અનિલ એસ કામલે ને આપવામાં આવ્યું જેમાં પુના ક્ષેત્રમાં આવતા ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, દિવ, દમણ, દાદારા નગરહવેલીમાં આવેલી જવાહર નવોદય વિદ્યાલય ના ચેસના બાળકોએ ક્લસ્ટર લેવલે ઉમંર વર્ષ ૧૪, ૧૭ અને ૧૯ વર્ષના છોકરા- છોકરી ભાગ લઈ ને રીઝનલ માં પ્રવેશ પામ્યાં હતા. હવે . રીઝનલ માં દરેક વર્ગમાંથી પાંચ- પાંચ બાળકો ની પ્રત્યેક વર્ગમાં પસંદ થયેલ છે. સમગ્ર કાર્યક્રમ ચીફ આર્બિટર મહેન્દ્ર પંડ્યાજી દ્વારા કરવામાં આવ્યો. કાર્યક્રમમાં અતિથિ વિશેષ મયૂર પટેલ (ઉપપ્રમુખ.ગુજરાત ચેસ એસોસિએશન) ઉપસ્થિત રહ્યાં. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન રાજેશકુમાર ઝાલા (M.L.A. કપડવંજ) હતા. પરંતુ અનિવાર્ય કારણે આવી ના સકતા શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. આ કાર્યક્રમમાં કોલાપુર ઓવરઓલ ચેમ્પિયન બન્યું.


