Gujarat

 સ્પર્ધામાં ભાગ લેવા માટે તા. ૧ જુલાઈ સુધીમાં રજીસ્ટ્રેશન કરવું

જૂનાગઢ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જૂનાગઢ ખાતે જિલ્લા કક્ષાની ૬૨મી સુબ્રટો કપ ફૂટબોલ રમતનું સ્પર્ધા યોજાનાર છે.  આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તારીખ ૧/૭/૨૦૨૩  સુધીમાં અરજી કરવાની રહેશે.

સુબ્રટો મુખરજી સ્પોર્ટ્સ એજ્યુકેશન સોસાયટી દ્વારા ૬૨મી સુબ્રટો કપ ઇન્ટરનેશનલ ફૂટબોલ ટુર્નામેન્ટ ૨૦૨૩ નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જૂનાગઢ ખાતે જિલ્લા કક્ષાની ૬૨મી સુબ્રટો કપ ફૂટબોલ રમત સ્પર્ધા નું આયોજન કરવામાં આવશે. તથા સ્પર્ધામાં ભાગ લેવા માટે તા. ૧/૭/૨૦૨૩  સુધીમાં  www.subrotocup.in આ વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરી  તા.૧/૭/૨૦૨૩ સુધીમાં ટીમ એન્ટ્રી તથા પેમેન્ટ રીસીપ્ટની પ્રમાણિત  નકલ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે જમા કરવાની રહેશે. સબ જુનિયર અંડર -૧૪ ભાઈઓ, જુનિયરમાં અંડર – ૧૭ ભાઈઓ, જુનિયર અંડર – ૧૭ બહેનો માટે આ રમત યોજાશે. વધુ માહિતી માટે ચિરાગભાઈ ચુડાસમા ૯૨૬૫૭૮૩૭૫૭ નો સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *