Gujarat

ભારત નદીના પટમાં કામ ચલાવું ડાયવર્ઝન બનાવતા ગામજનો માં રાહત 35  કિમીના બદલે હવે 3 કિમીનું અંતર થતાં આ વિસ્તારના ગ્રામજનોમાં ખુશી જોવા મળી

પાવીજેતપુર તાલુકાના શીથોલ ગામના લોકો એ મોટીરાસલીથી શીથોલ ગામ વચ્ચે નદીના પટમાં ભૂંગળા નાખી કામચલાઉ ડાયવર્ઝન બનાવતાં 30 થી 35થી  કિલોમીટરના સ્થાને ૩ કિલોમીટરના અંતરે બાઈક ચાલકો તાલુકા સ્થળ સુધી પહોંચી જતાં બાઈક ચાલકોને રાહતની લાગણી થઇ છે.

પાવીજેતપુર તાલુકાના સિહોદ ખાતે ભારજ નદીનો પુલ વધુ વરસાદના કારણે બેસી જતાં આ રસ્તો 29 જુલાઈથી સદંતર બંધ કરી દેવાયો છે. જેના કારણે પાવીજેતપુર તાલુકાના ગામડાઓનો સીધો સંપર્ક તાલુકા સ્થળથી ખોરવાઈ જતા લોકોને 30 થી 35  કિમીનો ફેરો પડતો હતો. તાલુકા સ્થળ ઉપર જવા માટે 3થી 4 કિમીના સ્થાને 35 કિમી જેટલું અંતર કાપવાનું આવતાં સ્વાભાવિક રીતે જ લોકો તાલુકા સ્થળ ઉપર આવવાનું ટાળતા હતા. જેના કારણે પાવીજેતપુરના બજારોમાં પણ ગ્રાહકી દેખાતી ન હતી. વેપારીઓ ઉપર પણ ટેન્શનના વાદળો છવાઈ ગયા હતા. ત્યારે કામ ચલાવો ડાઈવરજન થતાં પાવીજેતપુર ગામમાં પબ્લિકની અવરજવર પણ જોવા મળી અને આ વિસ્તારના ગ્રામજનોમાં ખુશી પણ જોવા મળી

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230812-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *