સમગ્ર વિશ્વમાં તમામ ધર્મના લોકો વર્ષના જુદા જુદા સમયે વિશેષ રજાઓ ઉજવે છે. ભલે આપણે ગમે તે આસ્થાના હોઈએ પરંતુ સંતો, રહસ્યવાદીઓ, માસ્ટર્સ, આધ્યાત્મિક શિક્ષકો અને પ્રબુદ્ધ માણસોના જીવન તથા તેમના ઉપદેશોને યાદ કરવા માટેના ખાસ દિવસો છે જેમણે પરમાત્મા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. દરેક ધર્મના બાહ્ય રિવાજો અલગ અલગ હોઈ શકે છે પરંતુ દરેકનો ઉદ્દેશ એક જ છે. સર્જનહાર નું સ્મરણ.
ભલે આપણે બાહ્ય રિવાજોમાં રજાઓ નો સમય પસાર કરીએ જેમ કે આપણા પૂજાસ્થાનમાં હાજરી આપવી, મીણબત્તી પ્રગટાવી, ઘંટડીઓ વગાડવી વિશેષ પ્રાર્થના કરવી અથવા શાસ્ત્રોને વાંચવા. દરેક આસ્થામાં સમાનતા એ છે કે આ કાર્યો આપણું ધ્યાન પરમાત્મા તરફ દોરવા માટે છે. તમામ ઉપદેશ અનુસાર ભગવાન બહાર જોવા મળતા નથી પરંતુ આપણી અંદર હોય છે. બાહ્ય રિવાજો નિભાવવા સહેલા છે. પરંતુ આપણે આપણી અંદર રહેલા આ પરમાત્માના સંપર્ક કેવી રીતે કરી શકીએ?
ઘણા લોકો આજે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધારવા જેવા ફાયદા માટે ધ્યાન કરે છે. તબીબી સંશોધકો અને ડોક્ટર એ શોધી કાઢ્યું છે કે ધ્યાન આપણા હૃદયના ધબકારા અને મગજના તરંગો ને ધીમું કરે છે. અને આ શાંતિની અસર હૃદય રોગ, ખેંચ, કેન્સર, પાચન અને રુધિરાભિસરણ સમસ્યાઓ, માથાનો દુખાવો અને અન્ય વિકૃતિઓ જેવી કે તણાવ સંબંધી બીમારીઓનું જોખમ ઘટાડી શકે છે. તે આપણને ભાવનાત્મક સમસ્યાઓમાં પણ વધુ સારી રીતે વ્યવહાર કરવામાં મદદરૂપ થાય છે. અભ્યાસ અનુસાર ધ્યાન અને એકાગ્રતામાં વધારો થવાથી માનસિક ક્ષમતાઓ પણ વધારો દર્શાવે છે. જોકે આપણી શારીરિક તથા માનસિક સુખ ના ફાયદા કરતાં પણ ધ્યાન નું ઘણું ઊંડું તથા ઊંચું મૂલ્ય છે. ધ્યાન આપણને આધ્યાત્મિક લાભ તરફ દોરી શકે છે. આનો સૌથી મોટો લાભ છે કે આપણી આત્માનું પરમાત્મા સાથે જોડાણ. આપણે ભલે બહારથી રજાઓ કેવી રીતે પણ પસાર કરીએ પરંતુ આપણે થોડો સમય મૌન બેસીને ધ્યાન કરવા માટે આપીએ. આપણે પરમાત્માને શોધવા માટે આપણું ધ્યાન અંદરની તરફ કરીએ.
જ્યારે આપણે શાંત બેસીએ છીએ. આપણા વિચારોને શાંત કરીને અંદરની તરફ જોઈશું તો આપણે આંતરિક પ્રકાશ જોવા તથા દિવ્ય સંગીત સાંભળવા મળે છે. આંતરિક પ્રકાશ તથા દિવ્ય ધ્વનિ એ પ્રવાસ છે જેના દ્વારા જોડાઈને આપણે પરત પરમાત્મા સાથે જોડાઈ શકીએ છીએ. આંતરિક પ્રકાશ તથા દિવ્ય ધ્વનિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને આપણી આત્મા પાછા તેના સ્ત્રોત પરમાત્મા તરફ ઉડાન કરી શકે છે.
સાવન કૃપાલ રૂહાની મિશન ની અધિક જાણકારી માટે કોન્ટેક્ટ કરો:


