છોટાઉદેપુર વિસ્તાર સહિત આજુબાજુ વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી
બોડેલીની સુખી હોસ્પિટલમાં માં આજથી મલ્ટી સ્પેશિયાલિટીની સુવિધાઓ સાથે નવા રંગરૂપ તથા મોડર્ન અને વધુ સારી હોસ્પિટલ રહેવાની અને નવી સુવિધાઓ તથા એડવાન્સ મેડિકલ ઈકવીપમેન્ટ સાથે નવીનીકરણ કર્યાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
બોડેલી સુખી હોસ્પિટલમાં મોડ્યુલર ઓપરેશન થિયેટર ઓર્થોપેડિક વિભાગ સર્જીકલ વિભાગ જનરલ મેડિસિન વિભાગ બાળ રોગ વિભાગ થેરાપી વિભાગ સ્ત્રીરોગ ગાયનેક વિભાગ નો પ્રારંભ થતા બોડેલી સહિત વિસ્તારના લોકોમાં ખુશીની લહેર જોવા મળી છે બોડેલી, વિસ્તાર સહિત છોટાઉદેપુર અલીરાજપુર વિસ્તારથી અહીંયા સારવાર માટે દર્દી આવતા હોય છે આ સમગ્ર વિસ્તારના લોકો માટે છેલ્લા 20 વર્ષથી આરોગ્ય વિષયક સેવાઓ માટે સમર્પિત એવી બોડેલી સુખી હોસ્પિટલ માં વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓની સેવા કરવામાં આવી રહી છે ત્યારે આજે આ આ સેવાયજ્ઞમાં નવા પીંછા ઉમેરાયા છે જેમાં મોડ્યુલર ઓપરેશન થિયેટર ઓર્થોપેડિક વિભાગ સર્જીકલ વિભાગ જનરલ મેડિસિન વિભાગ બાળ રોગ વિભાગ થેરાપી વિભાગ અધતન સાધનોથી સજ નવજાત શિશુને કાચની પેટીમાં રાખવાની સુવિધાઓ કમળા પેટી વેન્ટિલેટર ની સુવિધાઓ સાથે સાથે સ્ત્રીરોગ ગાયનેક વિભાગ નો પ્રારંભ થતા બોડેલી સહિત સમગ્ર વિસ્તારની જનતા માટે ખૂબ જ લાભદાયી ઉપયોગી થઈ પડશે અને તેનો લાભ આ વિસ્તાર સહિત આજુબાજુ વિસ્તારના લોકો લઈ શકશે અને આ વિસ્તારના લોકોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


