આ લાગણીશીલ ભાવુક દ્રશ્યો છે 15 વર્ષ પૂર્વે પોતાના પરિવારથી વિખૂટી પડી ગયેલ એક માતા અને તેના સંતાનોના પુનઃ મિલનના…અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કલ્લા ગામના ગંગાબેન કે જેઓ સામાન્ય માનસિક અસ્વસ્થ હોવાને અવાર નવાર ઘરેથી નીકળી જતા..જોકે સાંજ પડતા ઘરે પરત ફરી જતા..પરંતુ એક દિવસ ઘરેથી નીકળ્યા બાદ ગંગાબેન ઘરે પરત ન ફર્યા..પરિવારજનોએ ઘણી શોધખોળ કરી પણ ન મળ્યા….ત્યારે 15 વર્ષ પૂર્વે પરિવારથી વિખુટા પડી ગયેલા ગંગાબેનને તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં સરકારના મહિલાઓને સહાયરૂપ બનતી સખી વન સ્ટોપ સંસ્થાના પ્રયાસોને સફળતા મળી છે.છોટાઉદેપુર જિલ્લાના કવાંટ મુકામે આવેલ એક મંદિરના ઓટલે છેલ્લા બે વર્ષથી ભિક્ષુકની જેમ રહેતી એક વૃદ્ધા ને મહિલા અભયમ 181ની ટીમ દ્વારા 18મી જૂન ના રોજ છોટાઉદેપુર ખાતે કેન્દ્ર સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ હેઠળ કાર્યરત સખી વન સ્ટોપ કેન્દ્ર ખાતે લાવવામાં આવી હતી, ત્યારબાદ સખી વન સ્ટોપના સંચાલક કુસુમબેન મકવાણા અને સાથી કર્મીઓ દ્વારા વૃદ્ધા નું સતત કાઉન્સેલિંગ અને પૂછપરછ કરતા વૃદ્ધાનું નામ ગંગાબેન ડામોર હોવાનું અને અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કલ્લા ગામની હોવાનું અનુમાન લગાવી કલ્લા ગામના સરપંચનો સંપર્ક કરી વૃદ્ધાનો ફોટો ,નામ અને પરિવારજનોના નામ મોકલતા સરપંચ દ્વારા ફોટો સાથેની વિગત સ્થાનિક સોસીયલ મીડિયામાં વાયરલ કરતા વૃદ્ધાના પરિવારજનો મળી આવ્યા હતા ,અને સખી વન સ્ટોપ કેન્દ્રનો સંપર્ક કરી વૃદ્ધા ને લેવા મધરાત્રે આવી પહોંચ્યા હતા, 15 વર્ષ બાદ દિકરીઓએ માતાને અને માતાએ દીકરીઓને જોઈને જ ભેટી પડતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા,પંદર વર્ષ બાદ પોતાની માં સાથે મિલન કરાવવા બદલ ગંગાબેનના પરિવારે સખી વન સ્ટોપ કેન્દ્રના સંચાલક અને કર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભારત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં કાર્યરત સખી વન સ્ટોપ કેન્દ્ર કે જયાં ઘરેલુ હિંસાથી પીડિત, નિઃ સહાય, નિરાધાર મહિલાઓને પોલીસ સહાય,તબીબી સહાય, કાઉન્સિલિંગ,કાયદાકીય સહાય આપવાની સાથે રહેવા જમવાની સગવડ સાથે હંગામી આશ્રય આપવામાં આવે છે, છોટાઉદેપુર સખી વન સ્ટોપ દ્વારા અગાઉ પણ ગુજરાત અને ગુજરાત બહારની પરિવારથી વિખૂટી પડેલ અનેક મહિલાઓનું તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે, ઘરેલુ હિંસાના અનેક કેસોનું સફળતા પૂર્વક સમાધાન કરી મહિલાઓને મદદરૂપ બની છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


