વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન થી શનિવાર નિમિત્તે તા.10-06-2023ના રોજ શ્રીકષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી કલરના ફુલોની પાંદડીના વાઘા તેમજ સિંહાસનને ફુલોનો દિવ્ય શણગાર ધરાવવામાં આવેલ તેમજ સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ. તેમજ મંદિરના પરિસરમાં મારુતિ યજ્ઞનુ આયોજન કરવામાં આવેલ. જેના દર્શન-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


