Gujarat

સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ દાદાને શિવસ્વરુપનો ભવ્ય શણગાર કરાયો…

શ્રાવણ માસ-સોમવાર નિમિત્તે
બોટાદ જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.21-08-2023ને સોમવારના રોજ શ્રાવણ માસ નિમિત્તે  શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી શિવસ્વરુપનો ભવ્ય શણગાર કરી સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. શ્રાવણ માસ દરમિયાન મંદિરના પરિસરમાં આવેલ શ્રી નિલકંઠ મહાદેવનુ પૂજન -આરતીનુ આયોજન કરવામાં આવેલ. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ  તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો  અનુભવ કરેલ….
તસવીરઃવિપુલ લુહાર, રાણપુર

Picsart_23-08-21_09-44-30-905.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *