Gujarat

સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવને રથયાત્રા નો ભવ્ય શણગાર કરાયો                         

અષાઢી બીજ નિમિતે
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અષાઢી બીજ નિમિતે તા.20-06-2023ને મંગળવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને દિવ્ય વાઘાનો શણગાર કરી રથયાત્રાના ભવ્ય શણગાર દર્શન તથા દાદાના સિંહાસનને ફૂલો વડે શણગાર કરવામાં આવેલ એવં સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા 7:00  કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ.  ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજી રથયાત્રાના પવિત્ર ઉત્સવ પર આપ સૌ પર તેમની કૃપા બની રહે. શુભ રથયાત્રા.’જય જગન્નાથ’, હજારો ભક્તોએ આ અનેરા દર્શનનૉ પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો  અનુભવ કરેલ.
  તેમજ  આગામી ૨૧ જૂન ૨૦૨૩ને બુધવારના રોજ સવારે ૦૬:૦૦ કલાકે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાના સાનિધ્યમાં કિંગ ઓંફ સાળંગપુરના પ્રાંગણમાં કરવામાં આવેલ છે.
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20230620-WA0053.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *