જામનગર તા.૧૦ ઓગસ્ટ, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં બાલંભડી વોટરવર્કસ ખાતે મારી માટી, મારો દેશ, માટીને
નમન વિરોને વંદન કાર્યક્રમની ઉજવણી ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. આ કાર્યક્રમોમાં
મહાનુભાવોના હસ્તે કાલાવડ તાલુકાના શહિદ વીર હિતેન ઠેસીયાના પરિવારનું સમ્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ
શીલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો, શાળાના વિદ્યાર્થીઓ, હોમગાર્ડ્સ અને
ઉપસ્થિત ગ્રામજનોએ હાથમાં માટીની મુઠ્ઠી અને માટીનો દીવો લઈ દેશની સુરક્ષા અને રક્ષણ માટે શપથ લીધા હતા. શાળાના
વિદ્યાર્થીઓ દ્વારા નગરપાલિકાથી મ્યુનિસિપલ હાઇસ્કૂલ ખાતે માટી કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને કળશમાં
માટી ભરવામાં આવી હતી. મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત શાળાઓમાં નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન
કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડાએ શહિદવીર હિતેન ઠેસીયા કે જેઓ વર્ષ ૨૦૦૯માં કાશ્મીર સરહદ પર શાહિદ
થયા હતા તેમને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે અનેક વીર વિરંગનાઓ દેશના રક્ષણ માટે ફરજ નિભાવતી વખતે શાહિદ
થયા છે તેઓને વંદન કરવા માટે અને દેશ માટે બલિદાન આપવા બદલ તેમનું ઋણ ચૂકવવા માટે માટીને નમન વિરોને વંદન
કાર્યક્રમ ઉજવાઇ રહ્યો છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ દેશની તમામ નગરપાલિકાઓ અને ગામડાઓ માંથી માટી કળશ
યાત્રા યોજાશે. અને દેશના ખૂણે ખૂણાની માટી દિલ્હી ખાતે એકત્ર થશે અને શાહિદ સ્મારક ઊભું કરવામાં આવશે. આપણે સૌએ
આ મહાઅભિયાનમાં જોડાવું જોઈએ.
આ કાર્યક્રમમાં અભિયાન અંતર્ગત સેલ્ફી કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવો અને શાળાના
વિદ્યાર્થીઓ દ્વારા ૭૫ વૃક્ષના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર શ્રી ભાવનાબેન દ્વારા મારી માટી મારો દેશ કાર્યક્રમ વિષે માહિતી આપવામાં આવી હતી. તેમજ
મામલતદાર શ્રી ફાલ્ગુનીબેન પુરોહિત, કાલાવડ ટાઉન પીઆઈ શ્રી વીએમ પટેલ, ભાજપ મહામંત્રીશ્રી અભિશેખભાઈ પટવા,
અગ્રણીઓ શ્રી હસુભાઈ વોરા, શ્રી સંજયભાઈ ડાંગરિયા, શ્રી વિનુભાઈ, અન્ય અધિકારીશ્રીઓ, અગ્રણીઓ, મ્યુનિસિપલ
હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ, હોંગર્ડસના જવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
