Gujarat

વંથલી નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર ફરજમાં વધુ પડતાં ગેરહાજર રહેતા ધારાસભ્યએ પ્રાદેશિક નિયામકને લેખિત રજૂઆત કરી 

         તાત્કાલિક પગલા લેવા ઊઠી માંગ
ક્યારેક ક્યારેક તેમના બદલે તેમના પતિ પણ કામ કરતા હોય તેવા પણ આક્ષેપ
જુનાગઢ જિલ્લાના વંથલી નગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા રાજેશ્રીબેન પીઠવા ફરજમાં વધુ પડતા ગેરહાજર રહે છે.અને તેમને મળવા પાત્ર રજાઓ કરતા પણ વધારે રજાઓ ભોગવેલ છે. તેવું વિસ્તારના ધારાસભ્ય અરવિંદ લાડાણીને જાણવા મળતા ધારાસભ્ય દ્વારા પ્રાદેશિક નિયામકને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે.કે હાલમાં ચોમાસાની ઋતુ હોય જેને લઇ રોગચાળો ફાટી નીકળવાની સંભાવના હોય  તેવા સમયમાં સેનેટરી ઇન્સ્પેક્ટર રાજેશ્રીબેન પીઠવા દ્વારા 01-08-2023 થી 80 દિવસની રજા મૂકતો રિપોર્ટ આપેલ છે. તે વ્યાજબી અને યોગ્ય ન હોય તેવું જણાવી વધુમાં લેખિતમાં ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે સેનેટરી ઇન્સ્પેક્ટર રાજેશ્રીબેન પિઠવા ના બદલે ક્યારેક ક્યારેક તેમના પતિ પણ કામ કરતા હોય તથા ફરજમાં પૂરતો સમય ફાળવતા ન હોય અને સમયસર આવતા જતા ન હોય શહેરમાં સફાઈમાં પણ પૂરતું ધ્યાન આપતા ન હોય તેવું જણાવી ધારાસભ્ય અરવિંદ લાડાણી દ્વારા આ સેનેટરી ઇન્સ્પેક્ટર સામે કાયદેસરની નિયમોનુસાર કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.
રીપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી

Screenshot_20230804_153152.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *