ઊનાના સનખડા ગ્રામ પંચાયત દ્રારા નવુ પોલીસ સ્ટેશન ઉભુ કરવા માટેની જગ્યા ફાળવી દીધી છે. પરંતુ આજ સુધી અહી જગ્યા
પર પોલીસ સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી નથી. જેના કારણે આ જગ્યા પર વરસાદી પાણી ભરાતા પોલીસ
સ્ટેશન તો ન બન્યુ પરંતુ તળાવ બની ગયેલ જોવા મળી રહ્યુ છે. સનખડા હેઠળ ૧૫ જેટલા ગામ આવેલા હોય અને આ વિસ્તારમાં
કન્યા શાળા પણ આવેલી છે. જેમાં ૩૫૦થી વધુ વિદ્યાર્થીની અભ્યાસ કરે છે તેવોને નાછુટકે પાણીમાંથી પસાર થઇ શાળાએ પહોચવા
મજબુર થવુ પડે છે. અને અહી આસપાસમાં રહેતા લોકોને મચ્છર તેમજ સાપ જેવા જીવજંતુ ઘરમાં ઘુસી જતા જીવનું જોખમ હોય
તેમજ અહીથી પસાર થતા ખેડૂતો તેમજ બાળકો શાળાએ આવતા જતા હોય ત્યારે આ પાણીના લીધે ભારે મુશ્કેલીનો સામનો કરવો
પડી રહ્યો છે. આથી પોલીસ સ્ટેશનની ફાળવેલ જગ્યાએ તાત્કાલીક પાણીનો નિકાલ કરાવવામાં આવે અને અહીં ફાળવેલ જગ્યામામં
પોલીસ સ્ટેશન ઉભુ કરવા ગામ લોકોની માંગણી ઉઠવા પામેલ છે.
બોક્ષ્ – જીલ્લા એસ પી સુધી રજુઆત કરેલ છતાં યોગ્ય ધ્યાન આપવામાં આવતુ નથી….દિપસિંહ….
સનખડા ગામે રહેતા દિપસિંહ ગોહીલએ જણાવેલ કે આ જગ્યા પોલીસ સ્ટેશન માટે ફાળવેલી હોય વારંવાર રજુઆત કરવા છતાં
કોઇપણ જાતનું કામ ચાલુ થતુ નથી. અહી વરસાદનું છ મહીના સુધી પાણી ભરાય રહે છે. જેથી ઝેરી મચ્છરો વધતા આજુબાજુમાં
રહેતા લોકોને સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે. અહીથી વાડી વિસ્તાર આવેલ હોય ત્યા ૫૦ ટકા લોકો વસસવાટ કરે છે. અને
અહીથી બાળકો ખેડૂતો ગામમાં શાળાએ અવર જવર કરે છે. ત્યારે કોઇ ઘટના બનશે તો જવાબદાર કોણ ? ઊના પોલીસ સ્ટેશન,
જીલ્લા એસ પી સુધી રજુઆત કરેલ છતાં યોગ્ય ધ્યાન આપવામાં આવતુ નથી.
બોક્ષ્- અહીથી પાણીનો નિકાલ કરાવો…શાંતુબેન..
સનખડા ગામે રહેતા શાંતુબેનએ જણાવેલ કે અમારા ગામમાં કેટલા વર્ષથી પોલીસ સ્ટેશન માટો જગ્યા મંજુર થઇ ગયુ ત્યા ખાલી
જગ્યા પડી પણ કંઇ પોલીસ સ્ટેશન બનાવતા નથી. એટલે રાત્રીના સમયે લોકોને અહીથી પસાર થવામાં મુશ્કેલી પડે છે. તો અહીથી
પાણીનો નિકાલ કરાવામાં આવે તેવી માંગ કરી હતી.
બોક્ષ્ – પાણીમાંથી સાપ ઘરમાં ધુસી જાય છે….ઘેલુભાઇ…..
ઘેલુભાઇ મેરએ જણાવેલ કે આ જગ્યા પર પોલીસ સ્ટેશન બનવાનુ હતુ પણ હજુ બન્યુ નથી. ૧૯૮૨/૮૩ થી જગ્યા આપવામાં
આવેલ છે. અહીં કેટલી વખત ખાતા વાળા આવીને તપાસ કરી ચાલ્યા જાય છે. ચોમાસા દરમ્યાન વરસાદનુ પાણી છ માસ સુધી
ભરાયેલ હોય છે. અમારા બાળકો ક્યાથી ચાલે આ પાણી માંથી સાપ જેવા જીવજંતુ નિકળી નજીકના મકાનોમાં ઘુસી જાય છે.
પાણીનો નિકાલ કરો તેવી માંગ કરી હતી.


