Gujarat

કર્મના બંધન થી મુક્તિ – સંત રાજીન્દર સિંહજી મહારાજ  

આ દુનિયામાં જીવન જીવતા અનેકવાર આપણને અનેક દુઃખનો સામનો કરવો પડે છે. તેવા સમયે આપણને પિતા પરમેશ્વર નો વિચાર આવે છે. આપણી અંદર અનેક પ્રકારના વિચાર ઉત્પન્ન થાય છે જેમકે આપણે પ્રભુ થી અલગ કઈ રીતે થઈ ગયા અને પલક ઝબકતા જ પ્રભુ આપણને પરત પોતાના ઘરે કેમ નથી લઈ જતા? લોકો આશ્ચર્ય કરે છે કે પ્રભુ એટલા શક્તિશાળી છે પરંતુ છતાં પણ આપણે આપના રચયિતા થી દૂર આ ભૌતિક સંસારમાં કેમ ફસાયેલા છીએ?
               જ્યારે સૃષ્ટિની રચના થઈ ત્યારે આપણે પ્રભુના સાનિધ્યમાં બેઠેલા હતા અને ત્યાં શાંતિ અને પરમ આનંદથી ભરેલું જીવન જીવી રહ્યા હતા. પરંતુ હવે આપણે પોતાના લાંબા સફરમાં એટલી દૂર આવી ગયા છીએ કે આપણી ઈચ્છાઓ આપણને આ દુનિયામાં ખેંચીને લઈ આવી છે. અહીં આવીને આપને અગણિત પરિસ્થિતિઓમાં ફસાઈ ગયા છીએ. જેનાથી આપણે ભાગી શકતા નથી. કર્મોના બંધનમાં આપણે એટલા જકડાઈ ગયા છીએ કે તેને ભોગવવા માટે આપણે વારંવાર આ જન્મ મરણ ના ચક્કરમાં આવું પડે છે.
                પ્રભુ દયા ના મહાસાગર છે. તેઓ સંતોને અહીં મોકલીને આપણને પરત પોતાના નિજ ઘર જવાનો રસ્તો દેખાડે છે. સંત સદગુરુ એ આત્માને પુકાર સાંભળે છે  જે પોતાના ઘરે પરત ફરવા માંગે છે. જ્યારે પિતા પરમેશ્વર આપણને સંત સદગુરુ ની શરણમાં મોકલે છે તો તે આપણને પોતાના નીજગર પરત ફરવાની એક સોનેરી તક મળે છે.
                હકીકતમાં સંત સદગુરુ આપણા ઉદ્ધાર માટે જ આવે છે. તેઓ સ્વયં પ્રભુમાં લીન હોય છે. જ્યારે સંત સદગુરુ આ ધરતી પર આવે છે ત્યારે તેમને પણ આ મનુષ્ય શરીર ધારણ કરવું પડે છે. કેટલાક સંતો ને આપણી રક્ષા માટે સહાદત આપવી પડી છે. અને કેટલાય સંતોને ફાંસી પણ આપવામાં આવી છે. છતાં પણ સંતપુરુષ આપણા કર્મનો ભાર પોતાના ઉપર લઈ તેને ઓછો કરી દે છે. તેમનો ઉદ્દેશ્ય ફક્ત આપણને કર્મના બંધનમાંથી મુક્ત કરવાનો હોય છે. જો આપણને આપણા કર્મ જાતે ભોગવવા પડે તો અથવા કદાચ એમને ઓછું કરવાનું કહેવામાં આવે તો આપણને અનંત જન્મ સુધી તેમાંથી છુટકારો મેળવી શકીશું નહીં.
                સંત સદગુરુ આપણને સલાહ આપે છે કે આપણે એક સદાચારી જીવન જીવીએ તથા સાથે સાથે ધ્યાન અભ્યાસમાં પણ નિયમિત રૂપથી સમય આપીને પ્રભુની જ્યોતિ તથા શ્રુતિ નો અનુભવ કરીએ જેથી આપણા દિન પ્રતિદિન ના કર્મો ભસ્મ થઈ જાય.  જેથી આ જ જન્મમાં આપણે કર્મોના બંધનથી મુક્ત થઈને હંમેશા હંમેશા માટે પ્રભુના ચરણોમાં લીન થઈ જઈએ.
સાવન કૃપાલ રૂહાની મિશનની વધુ વિગતો માટે સંપર્ક કરો 9825467110, skrmzn12@gmail.com

IMG-20230808-WA0201.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *