કેશોદ: કેશોદ પંથકમાં આ વર્ષે ચોમાસામાં શરૂઆતમાં જ ત્રીસ ઈંચ થી વધારે મોસમનો કુલ ૭૦% વરસાદ પડતાં પર્યાવરણ પ્રેમીઓ માં અનેરો ઉત્સાહ છે ત્યારે આજરોજ ભારત વિકાસ પરિષદ, સામાજિક વનીકરણ વિભાગ કેશોદ અને વાઈલ્ડ કેર કંઝર્વેશન સોસાયટી નાં સંયુક્ત આયોજન થી વિનામૂલ્યે રોપા વિતરણ નો કાર્યક્રમ સ્ટેશન રોડ પોસ્ટ ઓફિસ સામે રાખવામાં આવેલ હતો. કોરોના મહામારી આવ્યાં બાદ લોકોમાં વૃક્ષો એ શુદ્ધ વાતાવરણ જાળવવા અને કુદરતી ઉપચાર મેળવવા જીવનજરૂરી છે એવું સમજાયું હોવાથી વૃક્ષો પર્યાવરણ ની જાળવણી અંગે લોકજાગૃતિ ઉભી થઈ છે. કેશોદના સ્ટેશન રોડ પર યોજાયેલ રોપા વિતરણ કાર્યક્રમ નો પ્રારંભ દિપ પ્રાગટય કરી મહેમાનો નું સ્વાગત કરી કરવામાં આવ્યો હતો. કેશોદ સામાજિક વનીકરણ વિભાગ નાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગુલાબબેન સુવાગીયા, વનપાલ આર વી ચૌહાણ,અજાબ વનપાલ એચ એલ ભરડા,ભાટ સીમરોલી વનપાલ કે એમ રાઠોડ દ્વારા તેઓની નર્સરીમાં પોતાનાં માર્ગદર્શન હેઠળ ઉછેર કરેલાં રાવણા,પેલ્ટો, આંબલી, લીમડો,સપ્તપર્ણી, સીતાફળ, દાડમ, બોરસલી,બદામ, આસોપાલવ, ગુંદા,સેતૂર, જમરૂખ, સરગવો નાં રોપાઓ નું આજરોજ કેશોદના શહેરીજનો ને વિતરણ કરી જતન કરી ઉછેર કરવા અપીલ કરી હતી. તાજેતરમાં આવેલાં હિપરજોય વાવાઝોડાં માં ભારે પવન ફૂંકાયો હોવાછતાં આપણાં વેદ પુરાણો માં ઉલ્લેખનીય ઉપયોગી વૃક્ષો ટકી શક્યા હતાં જ્યારે ઝડપથી ફુટી નીકળતાં વિદેશી સંક્રમિત વૃક્ષો ધરાશયી થયા હતા ત્યારે દેશી વૃક્ષોનું મહત્વ આપોઆપ વધી ગયું છે. કેશોદ શહેરનાં પર્યાવરણ પ્રેમીઓ, નગરશ્રેષ્ઠીઓ ઉપરાંત વિવિધ સંસ્થાઓ સંગઠનો નાં હોદેદારો આગેવાનો ઉપસ્થિત રહીને જબ્બર પ્રતિસાદ આપ્યો હતો. ભારત વિકાસ પરિષદ, સામાજિક વનીકરણ વિભાગ કેશોદ અને વાઈલ્ડ કેર કંઝર્વેશન સોસાયટી નાં સંયુક્ત આયોજન થી વિનામૂલ્યે રોપા વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભારત વિકાસ પરિષદ નાં સ્થાપક પ્રમુખ ડૉ સ્નેહલભાઈ તન્ના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા,આર પી સોલંકી, દિનેશભાઈ કાનાબાર, જયદીપ ઝાઝંમેરીયા, જીતુભાઈ પુરોહિત, મનસુખભાઈ પનારા, ડૉ ભૂપેન્દ્રભાઈ જોષી,જગમાલભાઈ નંદાણીયા, વિશાલ પાણખાણીયા, હરેશભાઈ પંડ્યા, હિરેનભાઈ ચાવડા, પ્રકાશભાઈ ચાવડા સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
નરેશ રાવલીયા કેશોદ