Gujarat

સતત બીજા વર્ષે બ્રહ્મદેવ સમાજ ગુજરાત જામનગર ટીમ દ્વારા આયોજીત સમસ્ત બ્રહ્મ સમાજ ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ – 2023

ધો. 1 થી 12 ના વિદ્યાર્થીઓની સાથે વિશિષ્ઠ સિધ્ધિ પ્રાપ્ત કરેલ હોઈ તેવા તેજસ્વી તારલાઓનું બ્રહ્મદેવ
સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું
જામનગર માં બ્રહ્મદેવ સમાજ દ્વારા તારીખ 30 – 07 – 2023 ના રોજ S.B શર્મા વર્લ્ડ સ્કૂલ માં સમસ્ત
બ્રહ્મ સમાજ ના વિદ્યાર્થીઓની સાથે સંતો મહંતો, રાજકીય અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ભાઇઓ બહેનો હાજર
રહ્યા હતા
આ કાર્યક્ર્મ માં આઇ શ્રી માલુંઆઈ માતાજી, એસ. બી. શર્મા વર્લ્ડ સ્કૂલ ના ડાયરેક્ટર શ્રી પ્રતિકભાઇ એસ.
શર્મા, જાણીતા ઉદ્યોગપતી જીતુભાઈ લાલ, જીલ્લા શિક્ષણાધિકારી શ્રીમતિ મધુબેન ભટ્ટ, શહેર મહામંત્રી પ્રકાશભાઈ
બાંભણિયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, બ્રહ્મસમાજ ના કોર્પોરેટર સુભાષભાઈ જોશી, આશિષભાઇ જોશી,
ડિમ્પલબેન રાવલ, મહાદેવહર મિત્ર મંડલ ના રાજુભાઈ વ્યાસ, પરેશભાઈ ઠાકર, સમસ્ત બ્રહ્મ સમાજ ના જીલ્લા
પ્રમુખ પ્રફુલભાઈ વાસુ, શશીકાંત ભાઈ પુંજાની, જીતુભાઈ મહેતા (અરિહંત ગેસ એજન્સી) સહિત બ્રહ્મદેવ સમાજ
ના રાષ્ટ્રીય સચિવ શ્રી મિલનભાઇ શુક્લ, પ્રદેશ યુવા પ્રમુખ નીરજભાઈ જોશી, પ્રદેશ યુવા અગ્રણી શુભમભાઇ જોશી,
બ્રહ્મસમાજ અગ્રણી સુરેશભાઈ જોશી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
250 થી વધુ તેજસ્વી તારલાઓનું તેમજ 15 જેટલા વિશિષ્ટ સન્માન મેળવનારા બ્રહ્મસમાજ ના
વિદ્યાર્થીઓની સાથે મોટી સંખ્યામાં તેમના વાલીઓ ઉપસ્થીત રહ્યા હતા
આ તકે બ્રહ્મદેવ સમાજ ના મહા સચિવ મિલનભાઇ શુક્લ એ સમાજને સામાજીક રીતે મજબૂત બનાવવા
હાકલ કરી હતી બ્રહ્મદેવ સમાજ દ્વારા થતા વિવિઘ સમાજલક્ષી કાર્યોની સરાહના કરી સમાજને રાહ ચિંધનાર
કાર્યક્રમો ના આયોજન બદલ બ્રહ્મદેવ સમાજ જામનગર ની ટીમ ને અભિનંદન આપ્યાં હતા
આ કાર્યક્રમ ને સફળ બનાવવા બ્રહ્મદેવ સમાજ ના પ્રદેશ અગ્રણી અજયભાઈ જાની, પ્રદેશ કારોબારી સભ્યો
કશ્યપભાઇ ઠાકર, હંસાબેન ત્રિવેદી, જીલ્લા પ્રભારી કલ્પેશભાઇ મેહતા, જીલ્લા પ્રમુખ વિરેનભાઇ ભટ્ટ, શહેર પ્રમુખ
પ્રજ્ઞેશભાઇ ભટ્ટ, યુવા પ્રમુખ જીતેન્દ્રભાઈ ભટ્ટ, મહિલા પ્રમુખ ઈલાબેન જોશી ની આગેવાની માં કન્વિનર ટીમ
દીપકભાઈ ભટ્ટ, ડી કે. ભટ્ટ સાહેબ , દીક્ષિતભાઈ , બિપીનભાઈ અબોટી, સચિનભાઈ જોશી, કલ્પેશભાઇ જોશી,
મેહુલભાઈ મહેતા, કમલેશભાઈ પંડ્યા, દેવિકાબેન ઠાકર, મિત્તલબેન શુકલ, ભાવનાબેન રાવલ, કિરણબેન રાવલ,
ક્રિષ્નાબેન દવે, ગીતાબેન રાવલ સહિતના હોદેદારોએ જહેમત ઉઠાવી હતી બ્રહ્મદેવ સમાજ મિડિયા વિભાગ સચિન
જોશી નિ યાદી માં જણાવવા માં આવ્યું છે.

ff19afa8-b302-466e-9219-3fdc135cdeb3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *