Gujarat

સરદાર સ્મૃતિ કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવસિઁટી, અને આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત)- માળીયા ક્લસ્ટરના ના સંયુક્ત ઉપક્રમે તેલીબિયાં પાકોની આધુનિક ખેતી પધ્ધતિ: સમસ્યા અને સમાધાન અંગેની ક્ષેત્રીય તાલીમ કાર્યક્રમ યોજાયો         

જૂનાગઢ કૃષિ યુનિવસિઁટી અને આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત)ના સંયુક્ત ઉપક્રમે તેલીબિયાં પાકોની આધુનિક ખેતી પધ્ધતિ: તેના પ્રશ્નો અને સમાધાન અંગેની તાલીમ તા.૧૦/૦૮/૨૦૨૩ નાની ખોડીયાર તા.મેંદરડા ખાતે ડો.આર.બી.માદરીયા-સંશોધન નિયામકશ્રી, ડો.એન.બી.જાદવ – વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવેલ હતું.

પ્રાસંગીક વક્તવ્યમાં ડો.એન.બી.જાદવએ ખેડૂત ભાઈઓને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા તેમજ બિનજરૂરી ખેતી ખર્ચ ઘટાડવાનો અનુરોધ કર્યો હતો. ઉપરાંત મગફળી અને સોયાબીનના પાકોમાં લેવાની થતી કાળજી અંગેની જાણકારી આપી હતી. ડો.આર.બી.માદરીયા-સંશોધન નિયામકશ્રીએ તેલીબિયાં પાકોનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા અંગેની જાણકારી આપી  હતી. વધુમાં જણાવવાનું કે, જમીન અને પાણીની ચકાસણી કરાવવી જોઈએ અને તેના રીપોર્ટના આધારે રસાયણિક ખતરો વાપરવા જોઈએ.

        આ તાલીમ કાર્યક્રમમાં ડો.જે.બી.ભૂત (મ.સ.વૈ.)એ તેલીબિયાં પાકોમાં આવતી જુદી જુદી જીવાતો, રોગો અને તેના નિયંત્રણ માટેની માહિતી આપેલ. ડો.જી.કે.સાપરા (મ.સ.વૈ.)એ તેલીબિયાં પાકોની જુદી-જુદી જાતો અને તેના ગુણધર્મો વિષે માહીતિ આપેલ. ડો. પી.ડી.કુમાવત – પ્રાધ્યાપક અને વડા, કૃષિ વિજ્ઞાન વિભાગ એ તેલીબિયાં પાકોમાં નિંદામણ નિયંત્રણ વિષે સવિસ્તાર માહિતી આપેલ. ડો.એમ.કે.જાડેજા એ સરદાર સ્મૃતિ કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવસિઁટી, જૂનાગઢ ખાતે ચાલતી જુદી-જુદી તાલીમો અંગેની માહિતી આપેલ. કાર્યક્રમના અંતે ખેડૂતોને મુંજવતા ખેતી વિષયક પ્રશ્નોના જવાબ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલ.

        આ તાલીમમાં કેનેડીપુર, જીંજુડા અને નાની ખોડીયાર ગામના મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા સરદાર સ્મૃતિ કેન્દ્રના ડો.એમ.કે.જાડેજા અને  આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત)- માળીયા ક્લસ્ટરના તમામ સ્ટાફએ જેહમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *