Gujarat

સરપંચનાં દિયર ફરિયાદી ખુદ આરોપી નિકળ્યો,,,ડોક્ટરને રૂ. 25 હજાર આપી પોતાના શરીરે કાપા પાડી ટાંકા લેવડાવ્યા…

કાજરડી ગામે વરસાદી પાણીના નિકાલની કામગીરી વખતે બોલાચાલી કરનાર સામે ફરીયાદ કરી હતી.
ઉના તાલુકાના કાજરડી ગામે વરસાદી પાણીના નિકાલની પાઇપલાઇન નાંખતી વખતે સરપંચના દિયર સાથે 3 વ્યક્તિએ બોલાચાલી કરી હતી. આથી બાદમાં સરપંચના દિયરે ત્રણેય સામે મારામારીની ફરીયાદ નોંધાવવા માટે એક ડોક્ટરને 25 હજાર રૂપિયા આપી પોતાનાજ શરી૨ ૫૨ કાપા પડાવી ટાંકા લેવડાવી તેનાં પર સર્ટીફિકેટના આધારે ફરીયાદ કરી હોવાનો ગુન્હો નોધાયો હતો.
ઉનાના કાજરડી ગામે સરપંચના દિયર નાનુભાઇ પાંચાભાઇ ચારણીયાએ રામભાઇ મશરીભાઇ બાંભણીયા, ભાવેશભાઇ મશીભાઈ બાંભણીયા અને બબીબેન મશરીભાઇ બાંભણીયા સામે પોતાને માર માર્યાની ફરીયાદ નોંધાવી હતી. હકીકતમાં આ ફરીયાદમાં સામાપક્ષનાં રામભાઇએ નાનુભાઇ પાંચાભાઇ ચારણીયા, વશરામભાઈ દુદાભાઇ ચારણીયા,
ભાવેશભાઇ વીરાભાઇ ચુડાસમા કૉમ્પાઉન્ડર અશોક ગીરી અને માનવદીપ સર્જીકલ હોસ્પિટલના ડો, વઘાસીયા સામે સામી ફરીયાદ નોંધાવી છે. જેમાં એવો આરોપ મૂક્યો છેકે, નાનુભાઇએ પોતાની સામે ખોટી ફરીયાદ નોંધાવવા માટે ભાવેશની મદદથી અશોક ગીરી અને ડો. વધાસીયાનો સંપર્ક કર્યો હતો. અને રૂ. રૂ. 25,000માં ઇજાનું ખોટું સર્ટીફિકેટ મેળવવા માટે તેના શરીરને ખોટું કરવાનું ઇન્જેક્શન આપી તેનાંથી શરીર સર્જીકલ બલ્ડથી નાનુભાઇના જમણા ખભા અને પેટમાં ઇજા દેખાઈ તેવાં કાપા પડાવ્યા અને તેના પર ડો. રસિક વઘાસિયાએ ચેક કરીને ટાંકા લીધા. અને ડો, વઘાસીયાએ એ રીતે પોલીસ મથકમાં ખોટા બનાવની નોંધ કરાવી. તેના આધારે નાનુભાઇએ રામભાઈ સહિતના સામે ખોટી ફરીયાદ નોંધાવી હતી. આ અંગેનો ગુનો નોંધાતાં ચકચાર ફેલાઇ જવા પામી છે.
આમ નાનુ પાંચા ચારણીયાએ સામાવાળા રામભાઈ મસરીભાઈ બાંભણીયા વિગેરેને ગંભીર ગુન્હામાં સંડોવી દેવાના ઈરાદે તા-૨૬/૦૭/૨૦૨૩ ના રોજ કોઈ બનાવ બનેલ ન હોય છતા ખોટો બનાવ ઉભો કરી તેના મિ ત્ર વશરામભાઈ દુદાભાઈ ચારણીયા તથા તેનો ભત્રીજો રામસીભાઈ રહે-ત્રણેય કાજરડી ગામ વાળાઓએ ભેગા મળી તેમના સબંધી ભાવેશ વીરાભાઈ રહે-આંકોલાલી વાળા કે જેઓ ડો.રસિક વઘાસીયા તથા તેના કંપાઉન્ડર અશોકગીરીને ઓળખતા હોય તેનાં મારફતે વાતચીત કરી રૂ.૨૫,૦૦૦ આપવાની શરતે ઈજાનુ સર્ટી આપવાનુ નક્કી કરી કાવતરું ૨ચી એકબીજાની મદદગારી કરી આ નાનુને માનવસર્જીકલ હોસ્પીટલમાં ડો.રસિક વઘાસીયાને ત્યાં દાખલ કરાવેલ અને જમણો હાથ તથા પેટમાં જમણી બાજુનુ અંગ ખોટુ થવાના ઈંજેક્સન કંપાઉન્ડર અશોકગીરીએ મારી હોસ્પીટલમાં રહેલ સર્જીકલ બ્લેડ(નાઈફ) મારફતે નાનુના જમણા ખંભા ઉપર તથા પેટમાં જમણી બાજુ ઈજા કરી તે ઈજા ડો.વઘાસીયાએ ચેક કરી ટાંકા લેવડાવી પોલીસને પોલીસ સ્ટેશનમાં ખોટા બનાવની ડો.વઘાસીયાએ નોંધ કરાવી પોતાના ગે.કા આર્થીક ફાયદા માટે મારામારીનો બનાવ બનેલ ન હોય કે ઈજા થયેલ ન હોય છતા બનાવાટી ઈજા હોસ્પીટલમાં કરી નામદાર કોર્ટમાં રજુ કરવા અર્થે ડોક્ટરે સારવારનુ ખોટુ સર્ટી ઉભુ કરી ખરા તરીકે ઉપયોગ કરવા માટે પોલીસ તપાસના કામે ૨જુ કરી પોલીસ તથા નામદાર કોર્ટને ગેરમાર્ગે દોરવાના હેતુથી બનાવટી સર્ટી ઉભુ કરી તમામ ત્રણેય આરોપીઓએ આ નાનુએ ઉપજાવી કાઢેલ ફરીયાદ તથા બનાવને સમર્થન આપી એકબીજાની મદદગારી કરી કાવતરું રચી ગુન્હો કરેલ હોય તેઓ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *