કચ્છ
પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં બિપરજાેય વાવાઝોડાની આગેકૂચને લીધે ગુજરાતના દરિયામાં કરંટ જાેવા મળી રહ્યો છે. ૫ દિવસ સુધી ભારે વરસાદ તથા પવનની આગાહી કરવામાં આવી છે. કુલ ૮ જિલ્લાના ૪૪૧ ગામે વાવાઝોડાનો સામનો કરવો પડશે. જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ સંભવિત જાેખમ પણ વધી રહ્યુ છે.ત્યારે સંભવિત વાવાઝોડાના સંકટ સામે પહોંચી વળવા તંત્રની તૈયારીઓ તેજ બની છે. અસરગ્રસ્ત તમામ ૬ જિલ્લામાં સેટેલાઈટ ફોન એક્ટિવ કરાયા છે. વાવાઝોડા સમયે સંપર્ક યથાવત્ રાખવા સેટેલાઈટ ફોન એક્ટિવ કરાયા છે. ભૂજમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ સેટેલાઈટ ફોનનો ડેમો કર્યો છે.


