ગાંધીનગર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ ગુરૂવારથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. બે દિવસ દરમિયાન તેઓ અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. તો અનેક કાર્યક્રમ લોકાર્પણ અને ઉદ્ઘાટન સહિતના કામ કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૭ જુલાઈએ હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કરવાના છે. તો સૌરાષ્ટ્રને જીછેંદ્ગૈં યોજનાના ૨ પ્રોજેક્ટની ભેટ પણ આપવાના છે. સાથે જ ઁસ્ મોદી ગાંધીનગરમાં ‘સેમિકોન ઇન્ડિયા ૨૦૨૩’ કાર્યક્રમનું કરશે ઉદ્ધાટન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૭ જુલાઈએ રાજકોટમાં હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કરવાના છે. લોકાર્પણ બાદ તેઓ જાહેરસભાને સંબોધવાના છે. તો સંબોધન બાદ તેઓ ગાંધીનગર જવા રવાના થશે. સર્કિટ હાઉસમાં તેઓ ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલ સહિત પ્રધાનમંડળ સાથે ડિનર કરવાના છે. પ્રદેશ પ્રમુખ સહિત પક્ષના હોદ્દેદારો આ સમયે હાજર રહેવાના છે. નવી સરકાર બાદ રાજ્યના પ્રધાનો સાથે તેઓ પ્રથમ બેઠક કરવાના છે. ઁસ્ મોદી ૨૮ જુલાઈએ ત્રિદિવસીય દિવસીય સેમિકોન સમિટનું ઉદ્ઘાટન કરશે. મહાત્મા મંદિર ખાતે ‘સેમિકોન ઇન્ડિયા’ સમિટ યોજાવાની છે. ૨૭ જુલાઈએ વડાપ્રધાન મોદી જે હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કરવાના છે તે રૂ.૧,૪૦૦ કરોડના ખર્ચે તૈયાર થયું છે. ૨,૫૦૦ એકરમાં હિરાસર એરપોર્ટનું નિર્માણ થયું છે. હિરાસર એરપોર્ટના વિકાસ માટે ૧,૫૦૦ એકર જમીન આપવામાં આવી હતી. જે પછી એરપોર્ટમાં ૨૫૦ એકર ગ્રીન ઝોન, ૫૨૪ એકર જમીન મુસાફરોની સુવિધા માટે વિકસાવાવાઇ છે. કુલ ૨૫૦ એકર જમીનમાં એરપોર્ટનું એવિએશન પાર્ક તૈયાર કરવામાં આવ્યુ છે. વડાપ્રધાનના હસ્તે સૌરાષ્ટ્રને જીછેંદ્ગૈં યોજનાના ૨ પ્રોજેક્ટની ભેટ મળશે. જેના થકી ૯૫ ગામોની ૫૨,૩૯૮ એકર જમીનને સિંચાઈનો લાભ મળશે. ૯૮ હજાર લોકોને પીવા માટે નર્મદાના નીર ઉપલબ્ધ થશે. અત્યાર સુધીમાં જીછેંદ્ગૈં યોજનાનું ૯૫ ટકા કામ પૂર્ણ થયુ છે. ૧૧૫ જળાશયોમાંથી ૯૫ જળાશયો યોજના સાથે જાેડાયા છે. આશરે ૬.૫૦ લાખ એકર વિસ્તારમાં સિંચાઈનો લાભ ખેડૂતોને મળવાનો છે. લગભગ ૮૦ લાખની વસ્તીને નર્મદાનું પાણી મળી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૮ જુલાઇએ ‘સેમિકોન ઇન્ડિયા ૨૦૨૩’ કાર્યક્રમનું ગાંધીનગરમાં ઉદ્ધાટન કરશે. ગાંધીનગરમાં સેમિકન્ટક્ટર્સની અત્યાધુનિક ટેક્નોલોજી અંગે પ્રદર્શન યોજાવાનું છે. ગુજરાતના આંગણે દિગ્ગજ કંપનીઓ આવવાની છે. કેન્દ્રીય પ્રધાનો પણ આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે દેશમાં રોકાણની તકો અંગે પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવશે. ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી રજૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનવા જઇ રહ્યુ છે. રૂ.૨૨,૫૦૦ કરોડના છ્સ્ઁ પ્રોજેક્ટની સ્થાપના માટે સ્ર્ેં કરવામાં આવશે. છ્સ્ઁ સુવિધા શરૂ કરવા સાણંદની પસંદગી કરાઇ છે.


